તસ્કરોનો આતંક : દાહોદ એપીએમસીની બે ઓફિસોમાં તસ્કરોએ હાથફેરો કરી લાખો રૂપિયાની મત્તા ચોરી ગયા
દાહોદ તા.૧૭
દાહોદ અનાજ માર્કેટ (એ.પી.એમ.સી.)માં બે ઓફિસોની અંદર ગતરોજ મોડી રાત્રીના સમયે અજાણ્યા તસ્કરોએ બે ઓફિસની દિવાલ તેમજ દરવાજાનું લોક તોડી પ્રવેશ કરી અંદરથી રૂપીયા પચાસ હજાર રોકડા તેમજ પાંચ લેપટોપ અને ડેસ્કટોપ મળી લાખ્ખો રૂપીયાની મત્તાનો હાથફેરો કરી નાસી જતાં પંથકમાં આ સમાચાર વાયુવેગે વહેતા થતાં તસ્કરોના આ આતંકને પગલે ફફડાટ સહિત રોષની લાગણી ફેલાવા પામી હતી.