દાહોદ મા પણ લોક રક્ષક દળની ભરતી ની પરીક્ષા રદ થતાઆ પરીક્ષાથીંઓ માઆક્રોશ જોવા મળયુ
દાહોદ તા.૦૨
ગુજરાત સરકાર પોલીસ વિભાગ દ્વારા પોલીસ વિભાગમાં લોક રક્ષક દળની ભરતી માટે આજે લેખિત પરિક્ષા યોજાનાર હતી પરંતુ જે પરીક્ષા પહેલા જ પેપર લીક થયાનો મામલો સામે આવતા સમગ્ર ગુજરાતમાં સરકાર દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી હતી જેને પગલે પરીક્ષાર્થીઓમાં એક પ્રકારનો લોક રક્ષક દળની ભરતી જાવા મળી રહી છે ત્યારે તેવા સમયે દાહોદ જિલ્લામાં પણ દુર દુરથી આવેલ પરીક્ષાર્થીઓમાં પણ પેપર લીક મામલે પરીક્ષા રદ કરાતા આક્રોશ જાવા મળી રહ્યો હતો અને પરીક્ષાર્થીઓ ને સમાચાર મળતા કે પરીક્ષા રદ થઈ છે જેને પગલે નારાશા વ્યાપી હતી અને પરીક્ષાર્થીઓ પરત પોતાના વતને જવા નીકળ્યા હતા ત્યારે બીજી તરફ કોઈ અનીચ્છીનીય બનાવ ન બને જેને ધ્યાને રાખી શહેરમાં સહિત જિલ્લામાં પોલીસે ઠેર-ઠેર પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દીધો હતો. પરીક્ષાર્થીઓ પરત પોતાના ઘરે જવા રવાના થતા શહેરના રેલ્વે સ્ટેશન તેમજ બસ સ્ટેશન ખાતે વિદ્યાર્થીઓના ટોળા ઉમટી પડ્યા હતા અને બીજી તરફ શરૂઆતમાં દાહોદ શહેરમાંથી પેપર લીક થયાની અફવાએ પણ ભારે જાર પકડ્યુ હતુ પરંતુ દાહોદ પોલીસ વિભાગ દ્વારા પેપર લીક મામલાની સ્પષ્ટતામાં પેપર દાહોદથી લીક નથી થયુ જેની સ્પષ્ટતા કરી હતી.
ગુજરાત રાજ્યમાં આજે પોલીસ વિભાગ દ્વારા લોક રક્ષક દળની ભરતી માટે આજે ઠેર ઠેર લેખિત પરીક્ષા યોજાનાર હતી જેને પગલે દાહોદ શહેરમાં પણ પરીક્ષા આપવા બીજા ગામો તથા બીજા શહેરમાંથી આવેલ પરીક્ષાર્થીઓ ઉમટી પડ્યા હતા બપોરના ૩ વાગ્યાના સમયે પરીક્ષાનો સમય હતો તેવા જ સમયે પરીક્ષાનુ પેપર લીક થયાના સમાચાર સોશીયલ મીડીયા સહિત ટીવી ચેનલો પર પ્રસારીત થતા દાહોદ શહેર તંત્ર સહિત પ્રજાજનો અને પરીક્ષાર્થીઆએ અચંબામાં મુકાયા હતા અને ક્ષણે શુ કરવુ? શુ ન કરવું? જેવી Âસ્થતી સર્જાઈ હતી. શહેરના પરીક્ષા સેન્ટરો પર વિદ્યાર્થીઓનો જમાવડો હતો. શહેરના પરીક્ષા કેન્દ્રોમાં પરીક્ષાર્થીઓને બેસાડી તંત્રએ પેપર લીક થયાના મામલાને વિદ્યાર્થી સમક્ષ મુકી સરકાર દ્વારા આ પરીક્ષા રદ કરવામાં આવી છે જેને માહિતી પરીક્ષાર્થીઓને આપતા પરીક્ષાર્થીઓમાં એક પ્રકારનો આક્રોશ જાવા મળ્યો હતો. આ બાદ પરીક્ષાર્થીઓ પરીક્ષા સેન્ટરની બહાર આવ્યા હતા અને પોત પોતાન ઘરે જવા રવાના થયા હતા ત્યારે બીજી તરફ પરીક્ષાર્થીઓને પુછતા તેઓએ આક્રોશ સાથે જણાવ્યુ હતુ કે, પોતે દુર દુરથી બીજા શહેર તેમજ બીજા ગામોમાંથી આવ્યા છે, સવારના ૫-૬ વાગ્યાના અને કકડતી
માં સવારના શહેરમાં આવ્યા છે અને પરીક્ષાની તૈયારીઓ પણ કરી દીધી હતી જ્યારે બપોરે પેપર લીક થયાના સમાચાર મળતા એકક્ષણે સ્તબ્ધ થઈ ગયા હતા.આ પેપર લીક પ્રકરણમાં જે કોઈપણ સામેલ છે તેની સખ્તમાં સખ્ત સજા કરવામાં આવે તેમજ સરકાર દ્વારા હવે આ પરીક્ષા લેવામાં આવે તેનો સંપુર્ણ ખર્ચ જેમ આવન-જાવનનો ખર્ચ સરકાર આપે તેવી માંગણી દાહોદમાં પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓ દર્શાવી હતી.
———————————————————-