ગરબાડા તાલુકાના ગાંગરડી ગામે પોલીસનો સપાટો ઃ રહેણાંક મકાનમાંથી રૂા.૧.૨૨ લાખનો મુદ્દામાલ કબજે કરાયો
દાહોદ તા.૨૦
ગરબાડા તાલુકાના ગાંગરડી ગામેથી એક રહેણાંક મકાનમાંથી પોલીસે પ્રોહી રેડ પાડી કુલ રૂા.૧,૨૨,૪૩૦ના પ્રોહી જથ્થા સાથે એકની અટક કર્યાનું જાણવા મળે છે.
ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ગત તા.૧૯મી ફેબ્રુઆરીના રોજ ગાંગરડી ગામે સરાબલી ફળિયામાં રહેતા કાન્તીભાઈ દેવાભાઈ બારીયાના રહેણાંકમાં ઓચિંતી પ્રોહી રેડ કરતાં કાન્તીભાઈને પોલીસે અટકાયત કરી હતી. આ બાદ પોલીસે મકાનની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૮૫૯ કિંમત રૂા.૧,૨૨,૪૩૦નો પ્રોહી જથ્થો કબજે લઈ કાન્તીભાઈ વિરૂધ્ધ ગરબાડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

