કોરોનાગ્રસ્ત દર્દી સાંજે ૫ થી ૬ સુધી કરી શકશે મતદાન ઃ છ મહાનગરપાલિકા માટે આજે મતદાનઃ રાજકીય પાર્ટીઓ વચ્ચે ખરાખરીનો જંગ ઃ મતદારો માટે ૦૭૯ ૨૭૫૬૯૧૦૫ હેલ્પ લાઈન નંબર ઃ તમામ ચૂંટણી પ્રકિયાના સંચાલન માટે ૨૮,૧૬૧ પોલિંગ સ્ટાફ ફરજ પર તહેનાત ઃ ચૂંટણી તંત્ર દ્વારા ૪૮ વોર્ડમાં ૧૯૨ સીટ પર મતદાન માટે ૪૫૫૦ મતદાન મથકો તૈયાર કરાયા

EVM – Electronic Voting Machine Icon as EPS 10 File

(જી.એન.એસ.)અમદાવાદ,તા.૨૦
રાજ્યમાં છ મહાનગરપાલિકાના ચૂંટણીપ્રચારના પડઘમ શાંત થયા છે. ભાજપ, કોંગ્રેસ અને વિવિધ પક્ષોએ મતદારોને આકર્ષવા માટે દરેક ચૂંટણીદાવ અજમાવ્યા છે. રાજ્યમાં છ કોર્પોરેશનની ચૂંટણીમાં ૧૦ જેટલા રાજકીય પક્ષો મેદાનમાં છે, જેમાં ભાજપ, કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. અન્ય પક્ષોમાં આમ આદમી પાર્ટી, એનસીપી, બીએસપી, જનતા દળ સેક્યુલર, સીપીઆઇ, એઆઇએમઆઇએમ સહિતના પક્ષો અને અપક્ષ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. રાજ્યમાં ૨૧ ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે, જેમાં કુલ ૧,૧૪ કરોડ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણીમાં રાજ્યના ચૂંટણી તંત્ર દ્વારા ચૂંટણીપ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવી છે.
સવારથી અલગ-અલગ વોર્ડમાં ઈવીએમ મશીન મોકલી દેવામાં આવ્યા છે. ઈવીએમ મશીનને ચેક કરી અને એને ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે વોર્ડના મતદાન મથકો પર મોકલવામાં આવી રહ્યા છે. આજે રાતે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત વચ્ચે ચૂંટણી તંત્ર દ્વારા શહેરમાં ૪૮ વોર્ડમાં ૧૯૨ સીટ પર મતદાન માટે ૪૫૫૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણીપ્રક્રિયાના વ્યવસ્થાપન ૧૬ રિટર્નિંગ ઓફિસર અને ૧૬ આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર દ્વારા કરવામાં આવ્યું છે.
આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારુ સંચાલન માટે ૨૮,૧૬૧ પોલિંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. આજે સવારે મોક કોલ બાદ ૭ વાગ્યાથી મતદાન શરૂ થશે. સાંજે મતદાન પૂરું થયા બાદ ઈવીએમ ગુજરાત કોલેજમાં સ્ટ્રોંગ રૂમમાં મૂકવામા આવશે. રાજ્યમાં ૨૧ ફેબ્રુઆરીએ છ મહાનગરપાલિકાઓમાં મતદાનની અને ૨૩ ફેબ્રુઆરી, ૨૦૨૧ના દિવસે મતગણતરી હાથ ધરવામાં આવશે. આજે રાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ઈવીએમ મશીન ૪૮ વોર્ડના ૪૫૦૦થી વધુ મતદાન મથકમાં રહેશે. આજે સાંજે ૬ વાગ્યે મતદાન પૂર્ણ થયા બાદ સ્ટ્રોંગ રૂમમાં ઈવીએમ રાખવામાં આવશે. ચૂંટણી તંત્ર દ્વારા ૪૮ વોર્ડમાં ૧૯૨ સીટ પર મતદાન માટે ૪૫૫૦ મતદાન મથકો તૈયાર કરવામાં આવ્યા છે. સમગ્ર ચૂંટણી પ્રક્રિયાના વ્યવસ્થાપન ૧૬ રીટર્નીંગ ઓફીસર અને ૧૬ આસીસ્ટન્ટ રીટર્નીંગ ઓફીસર દ્વારા કરવામાં આવ્યું છે
અને તેઓ દેખરેખ રાખશે. મતદાન માટે તંત્ર દ્વારા ઈવીએમ હેઠળ કુલ ૧૦,૯૨૦ બેલેટીંગ યુનિટ અને ૫૪૬૦ કંટ્રોલ યુનિટ કાર્યરત કરવામાં આવ્યા છે. આ તમામ ચૂંટણી પ્રકિયાના સુચારૂ સંચાલન માટે ૨૮૧૬૧ પોલીંગ સ્ટાફને ફરજ પર તહેનાત કરવામાં આવ્યા છે. અમદાવાદ મહાનગરપાલિકામાં ચૂંટણીમાં ૨૩ લાખ ૭૧ હજાર ૬૦ પુરૂષ મતદાર અને ૨૧ લાખ ૭૦ હજાર ૧૪૧ સ્ત્રી મતદારો, ૧૪૫ જેટલા અન્ય મતદારો એમ કુલ ૪૫ લાખ ૪૧ હજાર ૩૪૬ મતદારો ચૂંટણીમાં મતદાન કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!