દાહોદ સ્થાનીક સ્વરાજ્ય ચુંટણી ટાણે દાહોદ જિલ્લામાં ૨૩ જેટલા સભ્યોને પાર્ટીમાંથી બરતરફ કરવાના હુકમ સાથે ચુંટણી ટાણે જિલ્લામાં ખળભળાટ મચ્યો
દાહોદ તા.૨૧
ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલની સુચના અને માર્ગદર્શનથી હાલની સ્થાનીક સ્વરાજ્યની ચુંટણીમાં દાહોદ જિલ્લાની પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકામાં પક્ષમાંથી વિરૂધ્ધ જઈ પક્ષના ઉમેદવારની સામે અપક્ષ તથા અન્ય પક્ષમાંથી ઉમેદવારી નોંધાવતાં શિસ્ત ભંગના પગલારૂપે ભાજપા પક્ષમાંથી ૨૩ જેટલા સભ્યોને પક્ષમાંથી બરતરફ કરવાના દાહોદ જિલ્લા ભાજપનાના પ્રમુખ દ્વારા યાદી બહાર પાડવામાં આવતાં ચકચાર મચી જવા પામી છે.