દાહોદ મામલતદાર ઓફીસની બહારથી મોટરસાઈકલની ચોરી
દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાં આવેલ મામલતદાર ઓફીસની બહારથી એક વ્યક્તિની લોક મારી પાર્ક કરેલ મોટરસાઈકલની ચોરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળી રહ્યું છે.
દાહોદ તાલુકાના ખરોડ ગામે વાણીયાવાવ ફળિયામાં રહેતા પ્રતાપભાઈ હિંમતસિંહ ગુંડીયા ગત તા.૧૬મી ફેબ્રુઆરીના રોજ દાહોદ શહેરમાં આવેલ મામલતદાર ઓફિસ ખાતે કોઈ કામકાજ અર્થે આવ્યાં હતાં. આ દરમ્યાન તેઓએ પોતાની મોટરસાઈકલ મામલતદાર ઓફિસની બહાર મસ્જીદની સામે લોક મારી પાર્ક કરી ગયાં હતાં. આ દરમ્યાન કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે પ્રતાપભાઈ હિંમતસિંહ ગુંડીયાએ દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.