વેપારીઓ દેશભરમાં ૧૫૦૦ જગ્યાએ ધરણાં – વિરોધ પ્રદર્શન કરશે : GSTના વિરોધમાં આજે વેપારીઓનું ભારત બંધનું એલાન
(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૫
૨૬ જાન્યુઆરીએ જીએસટીના વિરોધમાં સમગ્ર ભારતમાં બજારો બંધ રહેશે. વેપારી સંગઠન સીએઆઈટીએ ગુરુવારે જણાવ્યુ કે વસ્તુ તેમજ સેવા કર(જીએસટી) વ્યવસ્થાની જાેગવાઈની સમીક્ષાની માંગ હેઠળ દેશભરના બધા વાણિજ્યિક બજાર ૨૬ ફેબ્રુઆરીએ બંધ રહેશે. કન્ફેડરેશન ઑફ ઑલ ઈન્ડિયા ટ્રેડર્સએ કહ્યુ કે કેન્દ્ર(રાજ્ય) અને જીએસટી પરિષદે જીએસટીની વિધિવત જાેગવાઈને યથાવત રાખવાની માંગ કરીને ૧૫૦૦ જગ્યાઓએ દેશભરમાં ધરણા(વિરોધ પ્રદર્શન) કરવામાં આવશે. સીએઆઇટીએ જીએસટી પ્રણાસીની સમીક્ષા અને વેપારીઓ દ્વારા સરળ અનુપાલન માટે તેને સરળ અને તર્કસંગત બનાવવા માટે તેના ટેક્સ સ્લેબની પણ માંગ કરી.
એક પ્રેસ કૉન્ફરન્સને સંબોધિત કરીને સીએઆઇટીના મહાસચિવ પ્રવીણ ખંડેલવાલે કહ્યુ કે આ મુદ્દે સરકાર સાથે પણ વાત કરી રહ્યા છે. તેમણે કહ્યુ કે અખિલ ભારતીય ટ્રાન્સપોર્ટ વેલફેર એસોસિએશન પણ સીએઆઇટીના ભારત બંધનુ સમર્થન કરશે અને ૨૬ ફેબ્રુઆરીએ ચક્કાજામ આયોજિત કરશે. ખંડેલવાલે કહ્યુ કે દેશભરમાં બધા વાણિજ્યિક બજારો બંધ રહેશે અને બધા રાજ્યોના વિવિધ શહેરોમાં ધરણા પ્રદર્શન આયોજિત કરવામાં આવશે.
ખંડેલવાલે વધુમાં ઉમેર્યુ કે સીએઆઈટી સાથે સાથે દેશભરમાં ૪૦,૦૦૦થી વધુ વેપારીઓના સંગઠન બંધનુ સમર્થન કરશે. તેમણે જાેયુ કે સ્વૈચ્છિક અનુપાલ એક સફળ જીએસટી શાસનની કુંજી છે કારણકે વધુ લોકોને અપ્રત્યક્ષ કર પ્રણાલીમાં શામેલ થવા, કર આધાર વધારવા અને મહેસૂલ વધારવા માટે પ્રોત્સાહિત કરશે. ખંડેલવાલે કહ્યુ કે છેલ્લા ચાર વર્ષોમાં જીએસટી નિયમોમાં અત્યાર સુધી લગભગ ૯૫૦ સુધારા કરવામાં આવ્યા છે. તેમણે કહ્યુ કે જીએસટી પોર્ટલમાં સતત ટેકનિકલ ગરબડ અને અનુપાલન દબાણ આ સિસ્ટની ખામીઓમાં શામેલ છે.
દેશના ટ્રાન્સપોર્ટ સેક્ટર ઉપરાંત મોટી સંખ્યામાં અનેક રાષ્ટ્રીય વ્યાપારીક સંગઠનોએ પણ વ્યાપાર બંધનું સમર્થન કર્યુ છે. જેનાથી ખાસ રીતે ઓલ ઈન્ડિયા એફએમસીજી ડિસ્ટ્રિબ્યૂટર્જ ફેડરેશન, ફેડરેશન ઓફ અલૂમિનિયીયમ યૂટેન્સિલસ મેન્યૂફૈક્ચરરસ એન્ડ ટ્રેડર્સ અસોસિએશન, નોર્થ ઈન્ડિયા સ્પાઈસિસ ટ્રેડર્સ અસોસિએશન, ઓલ ઈન્ડિયા વુમન એન્ટરપ્રિનિયર્સ અસોસિએશન, ઓલ ઈન્ડિયા કોમ્પ્યુટર ડીલર અસોસિએશન, ઓલ ઈન્ડિયા કોસ્મેટિક મેન્યુફક્ચર્સ અસોશિયેશન વગેરે સામેલ છે.