એલપીજી સિલિન્ડરમાં ત્રણ મહિનામાં રૂ. ૨૦૦નો વધારો, ભાવ રૂ. ૮૦૦ને પાર : મોંઘવારીનો ડબલ ડોઝઃ એલપીજી ગેસ સિલિન્ડરના ભાવમાં ૨૫ રૂપિયાનો વધારો

(જી.એન.એસ.)ન્યુ દિલ્હી,તા.૨૫
સરકારી તેલ કંપનીઓએ સામાન્ય માણસને વધુ એક ઝટકો આપ્યો છે. તેલ કંપનીઓએ ઘરેલુ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધુ એકવાર વધારો કર્યો છે. જે બાદ સબસિડી વગરના ૧૪.૨ કિલોગ્રામના એલપીજી સિલિન્ડરની કિંમત ૭૬૯ રૂપિયાથી વધીને ૭૯૪ રૂપિયા થઈ ગઈ છે. વધારેલા ભાવ આજે ૨૫ ફેબ્રુઆરીથી લાગુ થઈ જશે. તમને જણાવી દઈએ કે આ મહિને ગેસ સિલિન્ડરની કિંમતોમાં આ ત્રીજીવાર વધારો કરવામાં આવ્યો છે. સબસિડી વગરના ગેસ સિલિન્ડરમાં ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
ફેબ્રુઆરી મહિનામાં ત્રીજીવાર ગેસના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. સરકારે ૪ ફેબ્રઆરીએ એલપીજીના ભાવમાં ૨૫નો વધારો કર્યો હતો. ત્યાર બાદ ૧૫ ફેબ્રુઆરીના ફરીવાર એલપીજીના ભાવમાં ૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો અને હવે આજે ફરીવાર ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
એક ડિસેમ્બરે ગેસ સિલિન્ડરનો ભાવ ૫૯૪ રૂપિયાથી વધીને ૬૪૪ રૂપિયા પર પહોંચી ગયો હતો. ૧ ફેબ્રુઆરીએ ફરીથી ૫૦ રૂપિયાનો વધારો કરવામા આવ્યો હતો. જે બાદ ૬૪૪નો સિલિન્ડર ૬૯૪ રૂપિયા પર પહોંચી ગયો હતો. ૪ ફેબ્રુઆરીના રોજ કરવામા આવેલા વધારાને કારણે તેની કિંમત ૬૪૪થી વધીને ૭૧૯ રૂપિયા થઈ ગઈ હતી. ૧૫ ફેબ્રુઆરીના રોજ ૭૧૯ રૂપિયાથી વધીને ૭૬૯ રૂપિયા થઈ ગઈ હતી અને ૨૫ ફેબ્રુઆરીના રોજ ૨૫ રૂપિયાનો વધારો કરવામાં આવતા તેની કિંમત ૭૬૯થી વધીને ૭૯૪ રૂપિયા પર પહોંચી ગઈ છે.
જાન્યુઆરીમાં ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજીની કિંમતમાં કોઈ ફેરફાર નહોતો કર્યો. જાેકે ડિસેમ્બરમાં બે વખત ૫૦-૫૦ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો. બજેટના દિવસે એટલે કે ૧ ફેબ્રુઆરીએ સબસિડી વગરના ૧૪.૨ કિલોગ્રામનાં ગેસ-સિલિન્ડરની કિંમતમાં વધારો નહોતો થયો, પરંતુ ૧૯ કિલોગ્રામવાળા કોમર્શિયલ સિલિન્ડરની કિંમતમાં ૧૯૧ રૂપિયાનો વધારો થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: