દાહોદ નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતનું મતદાન પુર્ણ ઃ દાહોદ જિલ્લાવાસીઓએ ચુંટણીમાં ઉથ્સાહ પુર્વક ભાગ લીઘો
દાહોદ તા.૨૮
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો ધમધમાટ વચ્ચે મતદાનનો પ્રારંભ થયો છે ત્યારે સવારના ૭થી ૯ ના સમયગાળા દરમિયાન ૬.૩૨ ટકા મતદાન થવા પામ્યું છે ત્યારબાદ ૯ થી ૧૧ ના સમયગાળા દરમિયાન જિલ્લા તાલુકા પંચાયતમાં ૧૪.૨ % અને દાહોદ નગરપાલિકામાં ૧૮.૨ ટકા અને ઝાલોદ નગરપાલિકા માં ૨૬.૯૭ ટકા મતદાન નોંધાવા પામ્યું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે સૌથી વધુ મતદાન લખણપુર માં ૧૨ .૧૪% થયું છે જ્યારે સવારના સાત થી પાંચ વાગ્યા સુધી તાલુકા પંચાયતમાં ૫૮.૩૩ ટકા અને જિલ્લા પંચાયતમાં ૫૮.૮૬ ટકા મતદાન થવા પામ્યું હતું. બીજી તરફ અનેક સ્થળોએ ઇવીએમ ખડકાતા મતદારોને હેરાન પરેશાન થવાનો વારો પણ આવ્યો હતો ત્યારે સંલગ્ન તંત્ર દ્વારા ઇવીએમ મશીન ઓને તાત્કાલિક ઈવીએમ મશીનો બદલવાની કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી રહી હોવાનું જાણવા મળી રહ્યું છે. મળતી માહિતી પ્રમાણે સાંજના ૬ વાગ્યા બાદ દાહોદ નગરપાલિકામાં અંદાજે ૫૮.૦૨ ટકા મતદાન થયું હોવાનું અનુમાન લગાવી શકાય તેમ છે જ્યારે જિલ્લા અને તાલુકા પંચાયતમાં ૬૩.૩૦ અને જિલ્લા પંચાયતમાં ૬૩.૪૫ ટકા મતદાન થવાની શક્યતા જણાઈ રહી છે ત્યારે હાલ સુધી કોઈ ચોક્કસ આંકડો ન મળતાં લોકોમાં મતદાનની ટકાવારી જાણવા ઉત્સુકતા જાેવાઈ રહી છે.