ઝાલોદ તાલુકાના લીમડી નગરની એક શાળામાં એક શિક્ષકને કોરોના રિપોર્ટ પોઝીટીવ
દાહોદ તા.૦૮
ઝાલોદ તાલુકાના લીમડી નગરની એક શાળામાં એક શિક્ષકને કોરોના પોઝીટીવ રિપોર્ટ આવ્યાની ખબરો સાથે જ શાળા આલમ સહિત શિક્ષકો તેમજ બાળકો સહિત વાલીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. બે દિવસ અગાઉ જ દેવગઢ બારીઆની એસ.આર.હાઈસ્કુલ ખાતે પણ બે શિક્ષકોને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યો હતો.
દેવગઢ બારીઆની એસ.આર.હાઈસ્કુલ ખાતે પણ બે દિવસ અગાઉ બે શિક્ષકોનો કોરોના પોઝીટીવ આવ્યાની શાહી હજુ સુકાઈ નથી ત્યાં આજે મળતી માહિતી પ્રમાણે ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ બી.પી.અગ્રવાલ શાળાના એક શિક્ષકને પણ કોરોના સંક્રમણ થતાં લીમડી નગરની આ શાળામાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. શિક્ષકો સહિત બાળકો અને વાલીઓમાં પણ ચિંતાનું મોજુ ફરિ વળ્યું છે ત્યારે અન્ય શિક્ષકો સહિત વિદ્યાર્થીઓના પણ કોરોના ટેસ્ટ કરવામાં આવનાર હોવાની માહિતી મળી રહી છે. ત્યારે હવે જાેવાનું એ રહ્યું કે, આ કોરોના પોઝીવી શિક્ષકના સંપર્કમાં આવેલા હજી કેટલા શિક્ષકો અને બાળકો સંક્રમણના સકંજામાં આવશે. પરંતુ હવે જ્યારે શાળા, કોલેજાે ફરી ધમધમતી થઈ રહી છે ત્યારે ફરીવાર કોરોનાએ માથુ ઉચકતાં બાળકોના વાલીઓ પણ હવે પોતાના બાળકોને શાળાએ મોકલવા કે નહીં તે મુંઝવણમાં મુકાયા હોય તેમ લાગી રહ્યું છે.