રોઝમ ગામેથી પોલીસે ૪૧ હજાર ઉપરાંતના વિદેશી દારૂ સાથે એકને ઝડપી પાડ્યો

દાહોદ તા.૦૯
દાહોદ તાલુકાના રોઝમ ગામેથી પોલીસે એક રહેણાંક મકાનમાંથી રૂા.૪૧,૪૦૦ના વિદેશી દારૂની જથ્થા સાથે એકની અટકાયત કરી અન્ય એક વિરૂધ્ધ પણ પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
રોઝમ ગામે તળાવ ફળિયામાં રહેતા ચતુરભાઈ ઉર્ફે કાળો ભયજીભાઈ ડામોર પોતાના મકાનમાં વિદેશી દારૂનો ધંધો કરતો હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ગત તા.૦૭મી માર્ચના રોજ તેના ઘરે ઓચિંતી પ્રોહી રેડ કરી હતી. આ રેડમાં પોલીસે ચતુરભાઈ ઉર્ફે કાળો ડામોરને ઝડપી પાડી ઘરની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ.૩૬૦ કિંમત રૂા.૪૧,૪૦૦ના પ્રોહી જથ્થા સાથે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લામાં મેઘનગર ખાતે રહેતો મહેશભાઈ ભમ્મરભાઈ દહમા વિરૂધ્ધ પણ પ્રોહીનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: