ફતેપુરાના હડમત ગામે ત્રણ જણાએ ભેગા મળી એકને ફટકાર્યાે
દાહોદ તા.૦૯
ફતેપુરા તાલુકાના હડમત ગામે અંધશ્રધ્ધાનું ભુત બળગતાં ત્રણ જણાએ ભેગા મળી એકને લોખંડની પાઈપ, લોખંડનો સળીયો વડે તેમજ લાકડી અને ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચવાતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી જ્યારે ગંભીર ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે નજીકના દવાખાને ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે.
હડમત ગામે ડામોર ફળિયામાં રહેતો રામાભાઈ ટીટાભાઈ બારીયા બેફામ ગાળો બોલી પોતાના જ ફળિયામાં રહેતી મંજુલાબેન તથા તેમના પરિવારજનોને કહેતો હતો કે, મારી બીમારીના દોરા ધાગા તે કરેલ છે તો મને આરામ થતો નથી, તેમ કહેતા મંજુલાબેન તથા તેમના પરિવારજનોએ ગાળો બોલવાની ના પાડતાં આ સાંભળી રામાભાઈ, વાલસીંગભાઈ દિતાભાઈ ગરાસીયા, બાબલાભાઈ ખેતાભાઈ ડામોર અને સોમાભાઈ ખેતાભાઈ ડામોર આ ચારેય જણા પોતાની સાથે લોખંડની પાઈપ, લોખંડનો સળીયો તેમજ લાકડીઓ વિગેરે લઈ દોડી આવ્યાં હતા અને એકદમ ઉશ્કેરાઈ જઈ મંજુલાબેનના પતિ ભરતભાઈને માર મારી શરીરે ગંભીર ઈજાઓ પહોંચાડી હતી ત્યાર બાદ ચારેયે ભેગા મળીને ભરતભાઈને ગડદાપાટ્ટુનો માર મારી ગંભીર ઈજાગ્રસ્ત ભરતભાઈને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં.
આ સંબંધે ભરતભાઈની પત્નિ મંજુલાબેન ભરતભાઈ ગરાસીયાએ સુખસર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.