દાહોદ શહેરમાં બે જુદી જુદી જગ્યા મોટરસાઈકલ ની ચોરી
દાહોદ તા.૦૪
દાહોદ શહેરમાં બે જુદી જુદી જગ્યાએ બનેલા મોટરસાઈકલ ચોરીના બનવોમાં બે મોટરસાઈલ ચોરાતા પોલીસમાં ફરિયાદ નોંધાયાનું જાણવા મળે છે.
મોટરસાઈકલ ચોરીનો પ્રથમ બનાવ શહેરના ભરપોડા સર્કલ ખાતે બનવા પામ્યો હતો જેમાં શહેરના પ્રસારણ નગર ખાતે રહેતા સંતોષ બાબુલાલ ખંડેલવાલ ગત તા.૩૦.૧૧.૨૦૧૮ ના રોજ ભરપોડા સર્કલ ખાતે કોઈ કામ અર્થે ગયા હતા અને પોતાની મોટરસાઈકલ ત્યા જ પાર્ક કરી હતી. આ દરમ્યાન કોઈ ચોર ઈસમે પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલ ચોરી કરી લઈ જતા આ સંબંધે સંતોષ બાબુલાલ ખંડેલવાલે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
બીજા બનાવ ફ્રિલેન્ડગંજ વિસ્તાર ખાતે બનવા પામ્યો હતો જેમાં તે વિસ્તારમાં રહેતા સ્વામી માધુ રમાવતે ગતરોજ પોતાની મોટરસાઈકલ રાત્રીના સમયે પોતાના ઘર આંગણે જ લોક મારી પાર્ક કરી હતી તે સમયે કોઈ ચોર ઈસમે તેમની મોટરસાઈકલ ચોરી કરી લઈ જતા આ સંબંધે સ્વામી માધુ રમાવતે દાહોદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

