ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં વધુ એક શિક્ષકને કોરોના પોઝીટીવ
દાહોદ તા.૧૩
દાહોદ જિલ્લામાં અગાઉ બે શાળાઓમાં બે શિક્ષકોને કોરોના રિપોર્ટ આવ્યો હતો ત્યારે આજે ફરી ઝાલોદ તાલુકાના લીમડી નગરની વધુ એક શાળામાં એક શાળામાં શિક્ષકને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવતાં શાળા સંકુલમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો.
અગાઉ દેવગઢ બારીઆની એસ.આર.હાઈસ્કુલ અને ઝાલોદ તાલુકાનાની લીમડી નગરની એક શાળામાં શિક્ષકને કોરોના પોઝીટીવ પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો. આ બાદ આ બંન્ને શાળાઓના તમામ સ્ટાફ મિત્રોનો કોરોના ટેસ્ટ પણ લેવામાં આવ્યો હતો ત્યારે મળતી માહિતી પ્રમાણે આજે ફરીવાર ઝાલોદ તાલુકાના લીમડી નગરમાં આવેલ ખાનગી શાળા જીવન જ્યોત વિદ્યાલયમાં એક શિક્ષકને કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાંની ખબરો સાથે જ શાળા આલમમાં ભય સહિત ફફડાટ ફેલાયો હતો. આ શિક્ષકના સંપર્કમાં આવેલા લોકોના પણ આરોગ્ય તંત્ર દ્વારા કોરોના ટેસ્ટ લેવાની કામગીરી આરંભ કરી દેવામાં આવી છે ત્યારે સમગ્ર શાળા સંકુલમાં આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝર સહિતની કામગીરી આરંભી દેવાઈ છે. આ સમાચાર આ શાળાના વિદ્યાર્થીઓ સહિત તેઓના વાલીઓને પણ થતાં તમામમાં ફફડાટ ફેલાયો છે.