દાહોદ નગરપાલિકામાં પ્રમુખ તરીકે રીનાબેન પંચાલ અને ઉપપ્રમુખ તરીકે અબ્દી ચલ્લાવાલાની વરણી
દાહોદ તા.૧૭
દાહોદવાસીઓ અને રાજકારણીઓનાના આતુરતાનો આજે અંત આવ્યો હતો. દાહોદ નગરપાલિકાની પ્રમુખ, ઉપપ્રમુખની આજરોજ બીન હરીફ વરણી કરવામાં આવી હતી. દાહોદ નગરપાલિકાના પ્રમુખ તરીકે વોર્ડ નંબર ૦૪ના મહિલા કાઉન્સીલર રીનાબેન ધર્મેન્દ્રકુમાર પંચાલ અને ઉપપ્રમુખ તરીકે વોર્ડ નંબર ૦૬ના કાઉન્સીલર અબદી ચલ્લાવાલા બીન હરીફ નિયુક્ત થયાં હતાં. નગરપાલિકા આલમ સહિત ભાજપ મોવડી મંડળમાં ખુશીનું મોજુ છવાઈ ગયું હતું જ્યારે દાહોદ જિલ્લા પંચાયતમાં પ્રમુખ તરીકે શીતલબેન વાઘેલા અને ઉપપ્રમુખ તરીકે સરતનભાઈ ચૌહાણની વરણી કરવામાં આવી હતી.
વાત કરીએ દાહોદ જિલ્લા પંચાયતની તો જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે ભારતીય જનતા પાર્ટીના દાહોદ જિલ્લા પંચાયતના અધિકૃત ઉમેદવાર શીતલબેન વાઘેલાને પ્રમુખ પદે નિયુક્ત કરવામાં આવ્યાં હતાં તો ઉપપ્રમુખ પદે સરતનભાઈ ચૌહાણની નિયુક્તિ કરવામાં આવી હતી. આ સાથે જ ઉમેદવારીની નિયુક્તિના સમાચાર મળતાંની વેંત કાર્યકરો, ટેકેદારો સહિત લોકોમાં ખુશીનો માહોલ જાેવા મળ્યો હતો.