દાહોદ ઓટો રિક્ષા ડ્રાયવર યુનિયન દ્વારા વિરોધ કરી રીક્ષા સ્ટેન્ડનું નક્કી કરવામાં આવેલ ભાડું રદ કરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર આપવા મા આવ્યું
દાહોદ, તા.૪
રેલ્વે પ્રશાસન દ્વારા રેલ્વે સ્ટેશન પર રીક્ષાસ્ટેન્ડ પર રિક્ષા દીઠ બે કલાકના રૂપિયા ૧૦ ભાડા પેટે નક્કી કરી વસુલવાનું નક્કી કરાતા તેનો દાહોદ ઓટો રિક્ષા ડ્રાયવર યુનિયન દ્વારા વિરોધ કરી રીક્ષા સ્ટેન્ડનું નક્કી કરવામાં આવેલ ભાડું રદ કરવાની માંગણી સાથેનું એક આવેદનપત્ર ઓટો રીક્ષા ડ્રાયવર યુનીયન દ્વારા રેલ પ્રબંધક મંડલ, રતલામને આપવામાં આવ્યુ.
દાહોદ શહેરના રેલ્વે સ્ટેશન પર બનાવેલ રિક્ષા સ્ટેન્ડનો કોન્ટ્રાક્ટ આપવા માટે રેલ પ્રશાસન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતુ અને ટેન્ડરના આધારે રીક્ષા સ્ટેન્ડનો કોન્ટ્રાક્ટ એક ખાનગી વ્યÂક્તને આપવામાં આવ્યો છે. આ પહેલા દાહોદ રેલ્વે સ્ટેશન પર રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષા ઉભી રાખવા માટે કોઈ ભાડું રીક્ષા ચાલકો પાસેથી વસુલવામાં આવતુ નહતુ. જે વ્યÂક્તએ કોન્ટ્રાક્ટ લીધો છે તે વ્યÂક્ત દ્વારા રીક્ષા સ્ટેન્ડમાં રીક્ષા ઉભી રાખવા રીક્ષા દીઠ બે કલાકના રૂપિયા ૧૦ લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. પહેલેથી જ રીક્ષા ચાલકો આર્થિક Âસ્થતિ નબળી હોવાથી આર્થિક સમસ્યાઓ સામે લડી રહ્યા છે અને મુશ્કેલીથી પરિવારજનોનું ભરણપોષણ કરી રહ્યા છે. તેવામાં રૂપિયા ૧૦નું ભાડું પડતા પર પાટુ સમાન લાગી રહ્યું છે. અને આર્થિક સમસ્યા વધુ જટીલ બનતા તેમનું જીવન વધુ વિકટ બનતું જાવા મળી રહ્યું છે. જેથી રીક્ષા ચાલકોએ ભેગા મળી ઓટો રીક્ષા ડ્રાયવર યુનિયનના નેજા હેઠળ રિક્ષા ડ્રાયવર યુનીયનના પ્રમુખ રાકેશભાઈ પ્રજાપતિની આગેવાનીમાં રેલ પ્રબંધક મંડલ રતલામ(મ.પ્ર.)ને એક આવેદનપત્ર આપી દાહોદ રેલ્વે સ્ટેશન પર રિક્ષા સ્ટેન્ડનું ભાડું રદ કરવાની માંગણી કરવામાં આવી છે.

