રણિયાર ગામે મકાનમાં આગ લાગતાં રાંધણ ગેસનો બોટલ ફાટ્યો ઃ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો

દાહોદ તા.૧૮
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકાના રણીયાર ગામે આજરોજ એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે લાગેલ આગમાં ઘરમાં મુકી રાખેલ રાંધણ ગેસનો બાટલો ફાટતાં આગ વધુ પ્રચંડ બની હતી અને જાેતજાેતામાં આગે વિકરાળ રૂપ ધારણ કરી લેતાં આખું ઘર આગની અગનજ્વાળાઓની લપેટમાં આવી ગયું હતું અને બળીને ખાખ થઈ ગયું હતું. આ આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું કહેવાઈ રહ્યું છે.
જાણવા મળ્યા અનુસાર, રણિયાર ગામે ઈનામી ફળિયામાં એક મકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી. આ આગની જ્વાળાઓ ઘરમાં મુકી રાખેલ રાંધણ ગેસ સુધી પહોંચતાં રાંધણ ગેસનો બોટલો ધડાકા સાથે ફાટ્યો હતો. રાંધણ ગેસના ફાટવાથી આગ વધુ પ્રચંડ બની હતી. બાટલો ફાટતાની સાથે જ વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો અને આસપાસના લોકો આગ લાગેલ મકાન તરફ દોડી ગયાં હતા ત્યારે બીજી તરફ આગ લાગતાની સાથે જ ઘરના સદસ્યો ઘરની બહાર દુર સુધી દોડી ગયાં હતાં જેને પગલે કોઈ સદ્નસીબેન કોઈ જાનહાની થવા પામી ન હતી. આ ઘટનાની જાણ પોલીસ તેમજ નજીકના ફાયર ફાયટરના લાશ્કરોને થતાં તમામ કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયાં હતાં. પ્રમથ તો સ્થાનીકો દ્વારા વાસણો વિગેરેમાં પાણી ભરી આગ ઉપર પાણીનો મારો ચલાવ્યો હતો અને બાદમાં ફાયર ફાઈટરના લાશ્કરો પણ દોડી આવતાં આગ ઉપર પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો બીજી તરફ આ આગમાં અંદાજે લાખ્ખોનું નુકસાન થયું હોવાનું જાણવા મળી રહ્યું છે.

