દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બે બનાવો ઃ બેના મોત
દાહોદ તા.૧૯
દાહોદ જિલ્લામાં વિતેલા ચોવીસ કલાકની અંદર માર્ગ અકસ્માતના સર્જાયેલા બે બનાવોમાં એક મહિલા સહિત બે જણાને શરીર, હાથે પગે ગંભીર ઈજાઓ પહોંચતાં મોત નીપજ્યાનું જાણવા મળે છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દાહોદ તાલુકાના મોટી સારસી ગામે બનવા પામ્યો હતો જેમાં એક અજાણ્યા વાહનના ચાલકે પોતાના કબજાનું વાહન પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકાર લાવી ત્યાંથી ચાલતા પસાર થઈ રહેલ દાહોદ જિલ્લામાં રહેતા ભીખાભાઈ મગનભાઈ મેડાને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં ભીખાભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે દાહોદ તાલુકા પોલીસે અજાણ્યા વાહનના ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના મહડુી ગામે રોડ પર બનવા પામ્યો હતો જેમાં ગત તા.૧૭મી માર્ચના રોજ ઝાલોદ તાલુકાના ઠુંઠી કંકાસીયા ગામે રહેતા કલ્પેશભાઈ થાનુભાઈ ગરાસીયાએ પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી પસાર થઈ રહેલ ઝાલોદ તાલુકાના હડમતખુંટા ગામે રોડ ફળિયામાં રહેતા પાર્વતીબેનને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં પાર્વતીબેન જમીન પર ફંગોળાયાં હતા અને જેને પગલે તેઓને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓને નજીકના હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાતાં સારવાર મળે તે પહેલાં જ રસ્તામાં જ પાર્વતીબેનનું મોત નીપજ્યું હતું. આ સંબંધે હડમતખુંટા ગામે રોડ ફળિયામાં રહેતા ભરતભાઈ ગોબરાભાઈ ડામોરે ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.