દાહોદમાં વધુ ૧૮ કોરોના સંક્રમણના કેસો સાથે જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો ૨૯૭૫ને પાર
દાહોદ તા.૨૨
દાહોદ જિલ્લામાં આજે ફરી કોરોના સંક્રમણના કેસોમાં વધારો જાેવા મળ્યો છે. આજે એક સાથે ૧૮ લોકો કોરોના સંક્રમણની ઝપેટમાં આવ્યાં છે. જિલ્લામાં અત્યાર સુધી કોરોનાનો કુલ આંકડો ૨૯૭૫ને પાર કરી ગઈ છે ત્યારે આરોગ્ય તંત્ર અને જિલ્લા વહીવટી તંત્રે વધતાં કોરોના સંક્રમણના કેસોને પગલે અનેક આરોગ્ય લક્ષી કામગીરી જિલ્લામાં આરંભી દીધી છે.
આજે આર.ટી.પી.સી.આર.ના ૧૮૨ પૈકી ૧૮ દર્દીઓનો કોરોના રિપોર્ટો પોઝીટીવ આવ્યાં છે. આ ૧૮ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૭, ઝાલોદ અર્બનમાંથી ૦૩, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૩, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧ અને લીમખેડામાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. છેલ્લા ૦૪ દિવસમાં જિલ્લામાં કુલ ૬૬ કોરોના પોઝીટીવ કેસો નોંધાતાં જિલ્લાવાસીઓમાં ફફડાટ સહિત ભયનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ ખાસ કરીને દાહોદ શહેર વિસ્તારમાં કોરોના સંક્રમણના કેસો વધતાં જાેવા મળી રહ્યાં છે. દાહોદ ગ્રામ્ય વિસ્તારમાં પણ સંક્રમણ ફેલાતું જાેઈ શકાય છે. છુટા છવાયાં અન્ય તાલુકા,વિસ્તારોમાં પણ કોરોના ધીમે ધીમે પગ પેસારો કરી રહ્યો છે તે પણ એક ચિંતાનો વિષય છે ત્યારે આ તમામ બાબતો પર આરોગ્ય તંત્ર પણ ધ્યાન કેન્દ્રીત કરી સેનેટરાઈઝરીંગ ઝંટકાવની કામગીરી પણ આરંભી દેવામાં આવી છે. બીજી તરફ દર રવિવારે વાણિજ્ય પ્રવૃતિઓ બંધ રાખવાના ર્નિણય સાથે રવિવારે શહેર સહિત જિલ્લામાં પણ સેનેટરાઈઝરીંગ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે. ક્યાંકને ક્યાંક જિલ્લામાં લોકોમાં અવેર્નેશના અભાવે પણ કોરોના સંક્રમણ ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે ત્યારે દાહોદ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ફરજીયાત માસ્ક, સેનેટરાઈઝર અને સોશીયલ ડિસ્ટન્સનો અમલ કરવા જાહેર જનતાની અપીલ પણ કરવામાં આવી રહી છે. આજે ૦૩ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપતાં એક્ટીવ કેસની સંખ્યા ૭૫ પર પહોંચી છે.