દેવગઢ બારીઆ તાલુકાના ભથવાડા ટોલનાકા પાસેથી પોલીસે રૂા.૮૭,૩૬૦નો વિદેશી દારૂ જપ્ત કર્યાે
દાહોદ તા.૨૨
દેવગઢ બારીઆના ભથવાડા ટોલનાકા પાસેથી એક ફોર વ્હીલર ગાડીમાંથી પોલીસે રૂા.૮૭, ૩૬૦ ના પ્રોહી જથ્થા સાથે ફોર વ્હીલર ગાડી કબજે કરી બે જણાની અટક કર્યાનું જાણવા મળે છે.
રોશન મનુભાઈ સોલંકી (રહે.અભલોડ,તા.ગરબાડા,જિ.દાહોદ) અને શાહીલ સાજીદ અલી શેખ (રહે.વડોદરા) આ બંન્ને જણા ગત તા.૨૧મી માર્ચના રોજ પોતાના કબજાની એક વૈભવી ફોર વ્હીલર ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો લઈ ભથવાડા ટોલકાના પાસેથી પસાર થઈ રહ્યાં હતાં તે સમયે ત્યાં નાકાબંધીમાં ઉભેલ પોલીસને શંકા જતાં પોલીસે ગાડી ઉભી રખાવી ગાડીની તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ. ૧૬૮ કિંમત રૂા.૮૭,૩૬૦ ના પ્રોહી જથ્થા સાથે રૂા.૧ લાખની કિંમતની ગાડી અને મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૧,૯૧,૩૬૦ નો મુદ્દામાલ કબજે કરી ઉપરોક્ત બંન્ને ઈસમોની અટકાયત કરી દેવગઢ બારીઆ પોલીસે પ્રોહીનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.