દાહોદ શહેરના ગારખાયામાંથી પોલીસે જુગારધામ પર છાપો મારી ૩ જુગારીઓને ઝડપી પાડ્યાં : એક ફરાર : રૂા.૧૪,૨૭૦નો મુદ્દામાલ કબજે કરાયો

દાહોદ તા.૨૪
દાહોદ શહેરના ગારખાયા વિસ્તારમાં જાહેરમાં ત્રણ જેટલા ઈસમો આંક ફરકનો જુગાર રમતાં હોવાની પોલીસને બાતમી મળતાં પોલીસે ગતરોજ ઓચિંતો છાપો મારતાં બે જુગારીઓને ઝડપી પાડ્યાં હતાં જ્યારે એક નાસી જવામાં સફળ રહ્યો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૨,૭૦ સહિત મોબાઈલ ફોન વિગેરે મળી કુલ રૂા.૧૪,૨૭૦નો મુદ્દામાલ કબજે લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.

પરબતભાઈ કૈલાશભાઈ સાંસી (રહે. ગારખાયા,દાહોદ), ચિનિભાઈ ઉર્ફે કનૈયાભાઈ સાંસી (રહે. ગારખાયા,દાહોદ) અને સન્નીભાઈ અમરૂભાઈ ડાંગી (રહે. રળીયાતી,દાહોદ) નાઓ ગત તા.૨૩મી માર્ચના રોજ ગારખાયા વિસ્તારમાં જાહેરમાં આંક ફરકનો જુગાર લખી લખાવતાં જુગાર રમી રહ્યાં હતાં. આ અંગેની બાતમી દાહોદ શહેરને મળતાં પોલીસે આ સ્થળે ઓચિંતો છાપો માર્યો હતો અને છાપો મારતાંની સાથે પોલીસે પરબતભાઈ અને ચિનિભાઈને ઝડપી પાડ્યાં હતાં જ્યારે સન્નીભાઈ પોલીસને ચકમો આપી નાસી ગયો હતો. પોલીસે સ્થળ પરથી રોકડા રૂા.૧૨,૦૭૦, મોબાઈલ ફોન નંગ,૩, આંકડા લખેલ બુક, પેન વિગેરે મળી કુલ રૂા.૧૪,૨૭૦નો મુદ્દામાલ કબજે લઈ ઉપરોક્ત ત્રણેય જુગારીઓ વિરૂધ્ધ જુગાર ધારાની કલમ મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: