બ્રાઝીલમાં કુલ મૃતકોની સંખ્યા ૩,૦૦,૦૦૦ની નજીક પહોંચી : બ્રાઝિલમાં કોરોના બેકાબૂ : ૨૪ કલાકમાં ૩૨૫૧ના મોત
(જી.એન.એસ)રિયો ડિ જાનેરો,તા.૨૪
દક્ષિણ અમેરિકન દેશ બ્રાઝીલમાં કોરોના વાયરસની ઘાતક ઝડપ આખી દુનિયાની ચિંતા વધારી રહી છે. અહીં પહેલીવાર એક દિવસમાં કોરોના વાયરસના સંક્રમણથી ૩૦૦૦ હજારથી વધારે લોકોના મોત થયા છે. ગત કેટલાક અઠવાડિયાઓથી બ્રાઝીલ આખી દુનિયામાં દરરોજ કોરોના વાયરસથી થઈ રહેલા મોતના મામલે ટોચના સ્થાને છે. મંગળવારના બ્રાઝીલમાં ૩,૨૫૧ લોકોના મોત થયા છે. બ્રાઝીલના સૌથી વધારે વસ્તીવાળા રાજ્ય સાઓ પાઉલોમાં ૧,૦૩૧ લોકોના મોત થયા છે, જે ગત વખતની સર્વાધિક સંખ્યા ૭૧૩ની તુલનામાં ઘણા વધારે છે.
ગત વર્ષે જુલાઈમાં અહીં કોવિડ-૧૯થી ૭૧૩ લોકોના મોત થયા હતા. મહામારીએ બ્રાઝીલની સ્વાસ્થ્ય પ્રમાણીઓને લગભગ ધ્વસ્ત કરી દીધી છે. હૉસ્પિટલોમાં આઈસીયૂ બેડ અને ઑક્સિજનના ભંડારની કમી છે. હાલના દિવસોમાં મોટાભાગના રાજ્યોએ ગતિવિધિઓને પ્રતિબંધિત કરી છે. બ્રાઝીલના રાષ્ટ્રપતિ જેયર બોલસોનારોએ મહામારીની ગંભીરતાને મહત્વ ના આપતા કહ્યું છે કે અર્થવ્યવસ્થા ચાલું રાખવી જાેઇએ, જેથી તેની સ્થિતિ ખરાબ ના થાય. તેમણે સ્થાનિક નેતાઓ દ્વારા ઉઠાવવામાં આવેલા સ્વાસ્થ્ય સંબંધી પગલાંઓની તુલના પણ કરી.
શુક્રવારના તેમણે ૨ રાજ્યો અને બ્રાઝીલના સંઘીય જિલ્લા દ્વારા લાગુ કરવામાં આવેલા કરફ્યૂને અમાન્ય કરવા માટે સુપ્રીમ કૉર્ટમાં અપીલ કરી. જાે કે ટોચની અદાલતે પહેલા ચુકાદો સંભળાવ્યો હતો કે ગવર્નર અને મેયરને આ પ્રકારના પ્રતિબંધ લગાવવાનો અધિકાર છે. જાેન્સ હોપકિન્સ યૂનિવર્સિટી પ્રમાણે, બ્રાઝીલમાં કુલ મૃતકોની સંખ્યા ૩,૦૦,૦૦૦ની નજીક પહોંચી ગઈ છે, જે કોવિડ-૧૯થી થનારા મોતના સંબંધમાં અમેરિકા બાદ દુનિયામાં બીજા સ્થાન પર છે. મોત અને સંક્રમણના મામલે અમેરિકા પણ ટોચના પર છે, જ્યારે ભારતનું સ્થાન દુનિયામાં ત્રીજુ છે. વેક્સિનેશન બાદ પણ કોરોનાની વધતી ઝડપે દુનિયાની ચિંતા વધારી દીધી છે.