દાહોદ જિલ્લા સંકલન સમિતિ દ્વારા જિલ્લાના શિણાધિકારીને રજુઆત કરી જિલ્લાની શાળાઓના કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ માટે રજુઆત કરી
દાહોદ તા.૨૫
દાહોદ જિલ્લા સંકલન સમિતિ દ્વારા આજરોજ જિલ્લા શિક્ષણાધિકારીને લેખિત રજુઆત કરી જિલ્લાની શાળાઓના અને કર્મચારીઓના વિવિધ પડત પ્રશ્નોના નિકાલ બાબતે રજુઆત કરી વહેલામાં વહેલી તકે પોતાના પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી માંગણી કરી હતી.
દાહોદ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને સુપરત કરવામાં આવેલ લેખિત અરજીમાં જણાવ્યાં અનુસાર, દાહોદ જિલ્લામાં આવેલ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક તેમજ ઉત્તર બુનિયાદી વિદ્યાલયોમાં કર્મચારીઓના ઉચ્ચત્તમ પગાર ધોરણની ફાઈલો, જી.પી.એફ. ઉપાડની દરખાસ્તોનો સમય મર્યાદામાં નિકાલ થતો નથી. કર્મચારીઓના પોતાના નાણાં ઉપાડવા માટે ધક્કા ખાવા પડે છે. દરખાસ્તોનો નિકાલ પણ થતો નથી. શાળાના નિભાવ ગ્રાન્ટ ૩૧ માર્ચ પહેલા મળે તે માટે તાત્કાલિક ઘટતું કરવા વિનંતી કરવામાં આવી હતી. આ ઉપરાંત એન.એસ.એસ. યુનિટની ગ્રાન્ટ જમા હોવા છતાં હજુ સુધી આપેલ નથી ૩૧ માર્ચ પહેલા મળે તે માટે તાત્કાલિક ઘટતું કરવા પણ વિનંતી કરવામાં આવી છે. ઈન્ટરનેટ બ્રોડ બેંક શાળાઓ બંધ છે તેની સ્પેશીયલ ગ્રાન્ટ અન્ય જિલ્લાઓમાં મળી ગયેલ છે પરંતુ દાહોદ જિલ્લાને બાકી છે, શાળાઓમાં પર્યાવરણ જાગૃતિ માટે વિવિધ પ્રવૃતિઓ ઈક્કો ક્લબ દ્વારા થાય છે તેની ગ્રાન્ટ દર વર્ષે મળે છે ચાલુ વર્ષે મળેલ નથી તે પણ તાત્કાલિક મળે અને તમામ રજુઆતોને ધ્યાનમાં રાખી ૩૧ માર્ચ પહેલા તમામ આ પડતર પ્રશ્નોનું નિરાકરણ આવે તેવી આશા સાથે દાહોદ જિલ્લા સંકલન સમિતિ દ્વારા દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને અરજી કરવામાં આવી છે.