દાહોદ જિલ્લામાં વધુ ૨૨ કોરોના દર્દીઓનો સમાવેશ

દાહોદ તા.૨૬

દાહોદ જિલ્લામાં આજે એક સાથે ૨૨ કોરોના દર્દીઓના સમાવેશ સાથે જિલ્લાવાસીઓમાં ફફડાટ સાથે ભયનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે ત્યારે અર્બન વિસ્તારની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ જિલ્લામાં પગપેસારો કરી રહ્યો છે આ પણ એક ચિંતાનો વિષય છે.

દાહોદ જિલ્લામાં આજે આર.ટી.પી.સી.આર.ના ૫૮૦ પૈકી ૨૦ પૈકી ૨૦ અને રેપીટ ટેસ્ટના ૧૬૬૫ પૈકી ૦૨ મળી આજે કુલ ૨૨ કોરોના કેસો સામે આવ્યાં છે. આ ૨૨ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૦ કેસોનો સમાવેશ થાય છે ત્યારે દાહોદ ગ્રામ્યમાંથી ૦૧, ઝાલોદ અર્બનમાંથી ૦૧, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૧, ગરબાડામાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૧ કેસનો સમાવેશ થાય છે. આજે ૧૦ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી પરંતુ એક્ટીવ કેસનો સંખ્યા પણ આ સાથે દિનપ્રતિદિન વધતી જાય છે. એક્ટીવ કેસ હાલમાં ૧૪૬ ને પાર કરી ગયાં છે. બીજી તરફ ચિંતાનો વિષય એ છે કે, જિલ્લાના અર્બન વિસ્તારોની સાથે સાથે ધીરે ધીરે કોરોના સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં વકરી રહ્યો છે અત્યારે જ્યારે હોળી જેવા તહેવાર સામે છે અને જિલ્લાના મજુર વર્ગાે પરત દાહોદ જિલ્લામાં માદરે વતન આવી રહ્યાં છે ત્યારે અન્ય રાજ્યો કે, જિલ્લામાં પણ હાલ કોરોના વકરી રહ્યો છે ત્યારે દાહોદ જિલ્લાના બસ સ્ટેશન અને રેલ્વે સ્ટેશનો પર પણ કોરોના ગાઈડ લાઈનનું સંપુર્ણ પાલન કરવામાં આવે તે આજના સમયની માંગ છે.


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: