દાહોદ જિલ્લામાં વધુ બે માર્ગ અકસ્માતમાં બેના મોત

દાહોદ તા.૨૮
દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના બનેલા બે બનાવોમાં એક ૦૫ વર્ષીય બાળક અને એક ૧૯ વર્ષીય આશાસ્પદ યુવકની ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજતાં જે તે પોલીસ મથકે ફરિયાદ નોંધાવા પામી છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ દેવગઢ બારીઆ તાલુકાના ઝાબ ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી માર્ચના રોજ એક મારૂતી ફોર વ્હીલર ગાડીનો ચાલક પોતાના કબજાની ફોર વ્હીલર પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવતાં તે સમયે ઝાબ ગામે રસ્તાની બાજુમાં ઉભેલા કેટલાક વ્યક્તિઓ પૈકી એક ૦૫ વર્ષીય જૈમીન નામના બાળકને અડફેટમાં લઈ પોતાના કબજાની ગાડી લઈ નાસી જતાં ગંભીર ઈજાગ્રસ્ત જૈમીનને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં તેનું કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આ સંબંધે દેવગઢ બારીઆ તાલુકાના કુવા ગામે તોરણ ફળિયામાં રહેતા પર્વતભાઈ ભોલવાભાઈ બારીયાએ સાગટાળા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્માતનો બીજાે બનાવ લીમખેડા તાલુકાના પાલ્લી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૨૭મી માર્ચના રોજ એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની ફોર વ્હીલર ગાડી પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી તે સમયે ત્યાંથી મોટરસાઈકલ લઈ પસાર થઈ રહેલા ૧૯ વર્ષીય કરણભાઈ મહેશભાઈ સોલંકીને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં કરણભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતાં ઘટના સ્થળ પરજ કરૂણ મોત નીપજ્યું હતું. આ સંબંધે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: