દાહોદ જિલ્લામાં સાદગી પુર્વક હોળી, ધુળેટીના તહેવારની ઉજવણી કરતાં જિલ્લાવાસીઓ
દાહોદ તા.૩૦
કોરોના વૈશ્વિક મહામારીને કારણે ગત વર્ષે તમામ તહેવારો ફિક્કા પડ્યાં હતાં ત્યારે આ વખતે પણ તહેવારો ફિક્કા રહ્યાં હોવાની લોક ચર્ચાઓ વચ્ચે દાહોદ શહેર જિલ્લાવાસીઓએ આ વખતની હોળી, ધુળેટીના તહેવારની શ્રધ્ધાભેર અને સરકારના ગાઈડલાઈનના નિયમો અનુસાર સાવચેતી પુર્વક ઉજવણી કરી હતી. હોળીના દિવસે હોળીનું દહન કરી, પુજા અર્ચના કરી લોકોએ ધન્યતા અનુભવી હતી ત્યારે બીજા દિવસે ધુળેટીના દિવસે લોકો બહાર ન નીકળી માત્ર પોતાના ઘરોમાં તેમજ સોસાયટી, મહોલ્લાજ ધુળેટીની પણ શાંતીપુર્ણ માહૌલમાં ઉજવણી કરી હતી. સામાન્ય રીતે દાહોદ સહિત જિલ્લામાં હોળી દહન અને ધુળેટીના તહેવાર આગવી ઢબથી ઉજવવામાં આવે છે પરંતું હાલ કોરોનાના કારણે હોળી, ધુળેટીમાં નિસરતા જાેવા મળી હતી જાે કે, દાહોદમાં લોકોમાં જાગૃતતિ આવતાં ખરા સ્થળે ઈક્કો ફ્રેન્ડલી હોળીની સ્થાપના કરવામાં આવી હતી અને ઘણા ખરા વિસ્તારમાં પાકા કલરના સ્થાને અબીલ, ગુલાલથી ધુળેટી રમવામાં આવી હતી જ્યારે ગ્રામ્ય વિસ્તારોમાં ઢોલ, નગારા, હોળી અનુરૂપ ગીતો સાથે હોળીની પરિક્રમાં કરી સૌ કોઈ ધન્યતા અનુભવતાં હતાં જ્યારે દાહોદ સહિત જિલ્લામાં ધુળેટીના પર્વે એકબીજાને અબીલ, ગુલાલથી રંગી શુભેચ્છા પાઠવવામાં આવતી હોય છે પરંતુ હાલ માત્ર ડાબરીયાઓ એક બીજા ઉપર કલર નાખી આનંદ માણતા હતાં જ્યારે મોટા ભાગના લોકો સોસાયચીના નાકે, પોતાના મહોલ્લાના નાકે, પોતાના મિત્ર મંડળ સાથે બેસી ટાઈમ પસાર કરતાં હતાં તેમજ દાહોદમાં દરેક સોસાયટી, મહોલ્લામાં હોળી, ધુળેટીએ સમુહ ભોજનનો કાર્યક્રમ પણ હોય છે જે આ તહેવારે કોઈએ આયોજન કર્યું ન હતું તેમજ હોળીની રાત્રીના હોળી પાસે ઢોલ નગારા સાથે હોળી ગીતો પણ સાંભળવા મળ્યાં ન હતાં. ધુળેટીએ ભરાતો ચુલો મેળો આ વખતે સરકારની ગાઈડ લાઈન અનુસાર ભરાયો હતો. ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ ચુલના મેળામાં લોકોએ પોતાની માનતાં પુરી કરી હતી.
હાલ કોરોના મહામારીને કારણે વહીવટી તંત્ર દ્વારા ચુલના મેળા ઉપર પ્રતિબંધ લાદવામાં આવ્યો હતો પરંતુ શ્રધ્ધાળુઓની શ્રધ્ધાને ધ્યાનમાં રાખી સરકારના અને કોવિડ – ૧૯ની ગાઈડ લાઈન અનુસાર ચાંપતા પોલીસ બંદોબસ્ત વચ્ચે માત્ર આ વખતે ઠંડી, ગરમ ચુલ રાખવામાં આવી હતી જેમાં લોકોએ રાખેલ માનતાં પુર્ણ કરવા ભાવિકો આવ્યાં હતાં.


