ઝાલોદ નગરમાં જી.ઈ.બી.ની પાછળના ભાગે વિકરાળ આગ લાગતાં અફરા તફરી મચી
દાહોદ તા.૩૦
ઝાલોદ નગરમાં આવેલ સંતરામપુર રોડ ખાતે જી.ઈ.બી.ની પાછળના ભાગે બપોરના બે વાગ્યાના સમયગાળા દરમ્યાન અગમ્યો કારણોસર આગ લાગતાં જાેતજાેતામાં આગે વિકવાળ રૂપ ધારણ કર્યું હતું. લાગેલ આગને પગલે આસપાસના લોકોમાં ભયનો માહોલ પણ જાેવા મળ્યો હતો. આગને કારણે ધુમાડાના ગોટેગોટા ફરી વળ્યાં હતાં. ઘટનાની જાણ આસપાસના લોકોને થતાં સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં જેની જાણ નજીકના ફાયર સ્ટેશનને કરાતાં ફાયર ફાઈટરના લાશ્કરો પાણીના બંબા સાથે સ્થળ પર દોડી ગયાં હતાં અને પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવ્યો હતો.