દાહોદ જિલ્લામાંથી બે મોટરસાઈકલોની ઉઠાંતરી
દાહોદ તા.૩૧
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ અને લીમખેડા તાલુકામાં એમ બે જુદી જુદી જગ્યાએ લોક મારી પાર્ક કરેલ બે મોટરસાઈકલોની ઉઠાંતરી થતાં પોલીસમાં ફરિયાદ નોંધાવા પામી છે.
દેવગઢ બારીઆ નગરના કોલેજ રોડ તરફ રહેતાં કૌશિકભાઈ કાનાભાઈ રોઠોડે ગત તા.૨૫મી માર્ચના રોજ પોતાની મોટરસાઈકલ પોતાના ઘરના આંગણે લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે કોશિકભાઈ કાનાભાઈ રાઠોડે દેવગઢ બારીઆ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
મોટરસાઈકલ ચોરીનો બીજાે બનાવ લીમખેડા નગરમાં બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૮મી સપ્ટેમ્બર ૨૦૨૦ના સમયગાળા દરમ્યાન લીમખેડા તાલુકાના જેતપુર (દુ) ગામે રહેતા મુકેશભાઈ રામસીંઘબાઈ રાવતે લીમખેડા નગરના રામજી મંદિરની પાછળ પોતાની મોટરસાઈકલ લોક મારી પાર્ક કરી હતી. આ મોટરસાઈકલને પણ કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પોતાનો કસબ અજમાવી મોટરસાઈકલનું લોક તોડી ચોરી કરી લઈ નાસી જતાં આ સંબંધે મુકેશભાઈ રામસીંગભાઈ રાવતે આ સંબંધે ગતરોજ ૩૦મી માર્ચના રોજ લીમખેડા પોલીસ મથકે આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાવતાં લગભગ ૦૬ માસ જેટલો સમય વિત્યા બાદ આ મામલે ફરિયાદ દાખલ થતાં અનેક તર્ક વિતર્કો પણ વહેતાં થયાં છે.