દાહોદની સેન્ટ સ્ટીફન્સ સ્કુલ ખાતે પ્રોજેક્ટ એક્ઝીવીશનમાં બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો
દાહોદની સેન્ટ સ્ટીફન્સ સ્કુલ ખાતે એક્ઝીવીશન રાખવામાં આવ્યુ હતુ. આ એક્ઝીવીશનમાં કે.જી. થી ધોરણ ૫ ના બાળકોએ ભાગ લીધો હતો અને બાળકોએ વિવિધ પ્રકારનો પ્રોજેક્ટ બનાવી એક્ઝીવીશનમાં પ્રદર્શીત કર્યુ હતુ.
સેન્ટ સ્ટીફન્સ સ્કુલ,દાહોદ ખાતે આજરોજ પ્રોજેક્ટ એક્ઝીવીશન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ પ્રોજેક્ટ એક્ઝીવીશનમાં કે.જી. થી લઈ ધોરણ ૫ ના બાળકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો। હતો. વિવિધ પ્રકારનો પ્રોજેક્ટો બાળકોએ તૈયાર કરી એક્ઝીવીશનમાં ખુલ્લા મુક્યા હતા. આ એક્ઝીવીશનનો મુખ્ય ઉદ્દેશ્ય આગળ વધે,કંઈક નવુ વિચારે,પોતાના પગે ઉભા રહે અને વિવિધ શ્રેત્ર,વિવિધ ટેકનોલોજીનુ માર્ગદર્શન મળી રહે તે માટે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.