દાહોદ જિલ્લામાં બે જુદી જુદી જગ્યાએથી પોલીસે કુલ રૂા.૩,૧૭,૩૫૦ ના પ્રોહી જથ્થા સાથે એકની અટક કરી
દાહોદ તા.૨
દાહોદ જિલ્લામાં ૨૪ કલાકની અંદર પોલીસે બે જુદી જુદી જગ્યાએ પ્રોહી રેડ કરી કુલ રૂ.૩,૧૭,૩૫૦ ના વિદેશી દારૂના જથ્થા સાથે બે ફોર વીલર ગાડી કબજે કર્યાનો જાણવા મળે છે જ્યારે એક બનાવમાં એકની અટક પણ કરી છે.
પ્રોહીબીશનનો પ્રથમ બનાવ દેવગઢ બારિયા તાલુકાના સાગટાળા પોલીસ મથક વિસ્તાર ખાતે બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ ૩૦મી માર્ચના રોજ એક બોલેરો ગાડીનો ચાલક પોતાના કબજાની બોલેરો ગાડીમાં વિદેશી દારૂનો જથ્થો ભરી પસાર થઈ રહ્યો હતો આ સમયે નાકાબંધીમાં ઉભેલ પોલીસે તેનો પીછો કરતા ગાડીનો ચાલક સ્થળ પર ગાડી મૂકી નાસી ગયો હતો પોલીસે ગાડીમાં તલાસી લેતાં તેમાંથી વિદેશી દારૂ તેમજ બિયર ની બોટલા નંગ ૧૨૨૪ કિંમત રૂપિયા ૧,૪૦,૭૬૦ ના વિદેશી દારૂના સાથે ગાડી કબજે લઇ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રોહીબીશનનો બીજાે બનાવ સિંગવડ તાલુકાના રણધીકપુર પોલીસ મથક વિસ્તારમાં બનવા પામ્યો હતો જેમાં ગત તારીખ ૧ એપ્રિલના રોજ મનોજભાઈ રાજપુત રહેવાસી વડોદરાનો પોતાના કબજાની જુૈકં ફોરવીલર ગાડી માં વિદેશી દારૂ ભરી હેરાફેરી કરતો હોવાની પોલીસને બાતમી મળતા પોલીસે રણધીકપુર પોલીસ મથક હદ વિસ્તારમાં નાકાબંધી કરી ઊભા હતા તે સમયે ઉપરોક્ત ગાડીનો ચાલક ત્યાંથી પસાર થતાં પોલીસે તેની અટક કરી હતી અને ગાડીની તલાશી લેતા તેમાંથી વિદેશી દારૂ ની બોટલો નંગ ૨૭૫ કિંમત રૂપિયા ૧,૭૬,૫૯૦ ના વિદેશી દારૂ સાથે ઉપરોક્ત ચાલકની અટક કરી રણધીકપુર પોલીસે લોહીનો ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

