ધાનપુર તાલુકાના બોઘડવા ગામમાં શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં પડ્યો : વન કર્મીઓ ને જાણ થતા ઘટનાસ્થળે દોડી આવી કૂવામાં ખાટલી ઉતારી કુવો કોર્ડન કરી રાત્રિના રેસ્ક્યુ હાથ ધરી દિપડાને કુવામાંથી હેમખેમ બહાર કઢાયો : ગ્રામજનો તેમજ વન કર્મીીઓ એ રાહતનો શ્વાાસ લીધો

શિકારની શોધમાં આવેલો દીપડો કૂવામાં પડ્યો
કુવા માં દીપડો પડયો હોવાની જાણ વનકર્મીઓને કરાતા ઉચ્ચ અધિકારી સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો
દિવસ દરમિયાન કૂવાને કોર્ડન કરી રાત્રિના રેસ્ક્યુ હાથ ધરાયું
ધાનપુર તાલુકાના બોગડવા ગામે જંગલ તરફથી શિકારની શોધમાં આવેલ શિકારની પાછળ પડતા દીપડો કૂવામાં પડ્યો પાઈપ ના સહારે દીપડાએ કૂવા માં રાત પસાર કરી સવારે આ બનાવની જાણ સ્થાનિક વનવિભાગના કર્મીઓને કરતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કૂવાને કોર્ડન કરી રાત્રિના રેસ્ક્યુ હાથ ધરાયું
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના બોગડવા ગામે રહેતા ગલા ભાઈ મગનભાઈ ના ખેતર જંગલની નજીકમાં આવેલા હોય તે ખેતરમાં કાઠા વગરનો એક કુવો પણ આવેલો છે ત્યારે ગતરાત્રીના જંગલમાંથી શિકારની શોધમાં આવેલો એક દીપડો ક્યાંક શિકારની પાછળ પડતાં દીપડો કૂવામાં પડી ગયેલો અને કૂવામાં પાણી વધુ હોવાના કારણે દીપડો કૂવામાંથી બહાર નીકળી શક્યો ન હતો અને પાણીની પાઇપ ના સહારે દીપડો કૂવામાં લટકી રહ્યો હતો ત્યારે વહેલી સવારે કૂવામાં દીપડા નો અવાજ આવતા કુવા માલિક ગલાભાઈ ની કૂવામાં કંઈક પડયો હોવાની જાણ થતાં તેઓ જઈને જોતા કૂવામાં દીપડો મોટર ની પાઈપ ના સહારે લટકી રહ્યો હતો જે અંગેની જાણ ધાનપુર ના આર.એફ.ઓ ચૌહાણને કરતા આર.એફ.ઓ ચૌહાણ તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી જઇ કૂવાને કોર્ડન કરી કૂવામાં ખાટલી ઉતારી દીપડાને સહારો આપ્યો હતો ત્યારે દિવસ દરમિયાન જો દીપડો કુવા ની બહાર આવે તો ગ્રામ જનો ને નુકસાન થાય અથવા તો ગામમાં ઘુસી જાય તો જાનહાની થવાની દહેશતથી દિવસ દરમિયાન વન કર્મીઓ કૂવાની આસપાસ ખડે પગે ઊભા રહી રાત્રિના કૂવાને અંદરથી દિપડાને બહાર કાઢવાનો રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું જેમાં દીપડો કૂવામાંથી બહાર નીકળી જંગલ તરફ ભાગી જતા ગ્રામજનો તેમજ વનકર્મીઓએ રાહતનો શ્વાસ લીધો હતો

