ફતેપુરા તાલુકાના ડબલારા ગામે ઢોર બાંધવાના મુદ્દે થયેલ મારામારીમાં એક મહિલા સહિત ચારને ઇજા
ફતેપુરા તાલુકાના ડબલારા ગામે શેરીની વચ્ચે ઢોર બાંધવાના મુદ્દે થયેલ ઝઘડો મારામારીમાં પરિણમતા લાકડી ઉછળતાં એક મહિલા સહિત ચારને ઇજાઓ થતાં આ સંદર્ભે બંને પક્ષે સામસામે પોલીસ ફરિયાદ નોંધાવ્યાનું જાણવા મળેલ છે
મળતી માહિતી અનુસાર તારીખ ૫/૧૨/૨૦૧૮ ના રોજ ફતેપુરા તાલુકાના ગામના ઘાટી ફળિયાના મુકેશભાઈ વારજીભાઈ બારીયા, વિનોદભાઈ જાલાભાઈ બારિયા, ઝાલાભાઇ લીંબાભાઇ બારીયા, તથા આનંદભાઈ ઝાલાભાઇ ને લાલસીંગ ભાઈ બારીયાના છોકરા એ કહેલ કે તમારા ઘરના માણસો શેરીની વચ્ચે મોટી કોસ મારી ઢોર બાંધે છે અને અમારા ઘરની દીવાલને અડીને તમારા ઘરના બૈરા માણસો ગોબર-છાણ નો ઢગલો કરે છે તો અમારા ઘરના માણસો શેરીમાંથી જવું હોય તો ક્યાં થઈને જાય અને તમોએ શેરી રસ્તામાં ઘર બનાવી દીધેલ છે અને અમારા નીકળવાના રસ્તે તમો શેરી વચ્ચે ઢોર બાંધો છો તો જવા આવવા સારો રસ્તો રાખો તેમ કહ્યું હતું જે વાતને લઈને ઉપરોક્ત ચારેક જણાએ એકદમ ઉશ્કેરાયા હતા અને લાલસીંગ ભાઈ નાકાભાઈ બારીયા જ્યાં બેઠો હતો ત્યાં આવીને બેફામ ગાળો બોલવા લાગતા લાલસીંગ ભાઈએ તેઓને ગાળો બોલવાની ના પાડી હતી જેથી ઉશ્કેરાયેલા ચારે જણાએ લાલસીંગ ભાઇના માથામાં કુહાડી ની મુંદર મારી લોહીલુહાણ કરી ડાબા કાન પર જમણી બાજુ તથા બરડાના ભાગે લાકડીના ફટકા મારી ઇજાઓ કરી ગડદાપાટુનો માર મારી મારામારી કરી હતી તે વખતે લાલસિઞ ભાઈ ને છોડાવવા વચ્ચે પડેલ રંજનબેન મારા બાપા ને તમે કેમ મારો છો તેમ કહેતાં રંજનબેનને જમણા ખભા પર લાકડી મારી તથા દિલીપને લાકડાના ફટકા મારી ઇજાઓ પહોંચાડી આજે તો અમારા હાથ માંથી બચી ગયા છો ફરીથી રસ્તામાં હાથમાં આવી જશો તો તમને જાનથી મારી નાખીશ તેવી ધાક ધમકી આપી હતી આ સંદર્ભે ઇજાગ્રસ્ત લાલસીંગ ભાઈ બારીયા એ ઉપરોક્ત ઈસમો વિરુદ્ધ ફતેપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે
જ્યારે સામા પક્ષે વાલજીભાઈ લીંબાભાઇ બારીયાએ ફતેપુરા પોલીસ સ્ટેશને નોંધાવેલી ફરિયાદ મુજબ વાલજીભાઈ લીંબાભાઇ બારીયા ૦૫/૧૨/૨૦૧૮ ના રોજ સાંજના છ વાગ્યાના સુમારે તેમના ઘરમાંથી બહાર નીકળી તેમના ભાઈઓ ના ઢોર બાંધેલા હતા તે શેરી તરફ જતા લાલસીંગ ભાઈ નાકાભાઈ બારીયા તથા દિલીપભાઇ લાલસિઞ બારીયા તેમના ઘરેથી લાકડીઓ લઇ બેફામ ગાળો બોલતા બોલતા દોડી આવ્યા હતા અને અમારા ઘરની દીવાલ પાસે ઢોર બાંધો છો અને ઢોરોનુ ગોબર છાણ કેમ નાખો છો તેમ કહી ગાળો બોલતા હોય વાલજીભાઈ લીંબાભાઇએ તેઓને ગાળો બોલવાની ના પાડતાં બંને એકદમ ઉશ્કેરાયા હતા અને વાલજીભાઈ બોચીના ભાગે તથા બરડા ના ભાગે લાકડીના સપાટા મારી ઇજાઓ પહોંચાડી હતી તથા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી
આ સંબંધે ફતેપુરા પોલીસે લાલસિઞભાઈ બારીયા તેમજ દિલીપભાઈ લાલસીંગ ભાઈ બારીયા વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે

