ધાનપુર તાલુકાના હરખપુર ગામમાં ગત મધરાતે તીરકામઠાં તેમજ લાકડીઓ સાથે સશસ્ત્ર લૂંટારૂઓએ ધસી આવ્યા
ધાનપુર તાલુકાના હરખપુર ગામે ધાડલૂંટ કરવાના ઇરાદે ત્રાટકેલા અજાણ્યા સશસ્ત્ર લૂંટારૂઓએ ગામના ચાર મકાનોને નિશાન બનાવી ઘરના સભ્યો સાથે મારામારી કરી સામાન વેરવિખેર કરી દાગીના મોબાઇલફોન,બળદ, બકરી તેમજ રોકડમળી ૩૧,૩૦૦ રૂપિયાની મત્તાની લૂંટ ચલાવી નાસી છૂટયાનું જાણવા મળેલ છે
મળતી માહિતી અનુસાર ધાનપુર તાલુકાના હરખપુર ગામમાં ગત મધરાતે તીરકામઠાં તેમજ લાકડીઓ સાથે સશસ્ત્ર લૂંટારૂઓએ ધસી આવ્યા હતા અને ઘરમાં મીઠી નીંદર માણી રહેલા ધોળકીબેન શનીયાભાઈ વિરસિઞભાઈ મેડાના ઘરનો દરવાજો તોડી ઘરમાં પ્રવેશ કર્યો હતો અને ઘોળકીબેન ને ગડદાપાટુનો માર મારી તેમના ઘરનો સામાન વેરવિખેર કરી ઘરમાંથી ૯,૦૦૦ રૂપિયાની રોકડ રકમ ૧૦,૦૦૦ રૂપિયાની વજનની સોનાની બુટી તેમજ ૫,૦૦૦ રૂપિયા કિંમત ના બે બળદની લૂંટ કરી લૂંટારૂઓએ અનસભાઈ ભીમજીભાઇ મેડાના ઘરમાંથી ૨,૦૦૦ રૂપિયાની રોકડ રકમની લૂંટ ચલાવી કિશનભાઇ દિનેશભાઈ મેડાના ઘરમાં ઘૂસ્યા હતા અને ઘરમાંથી એક મોબાઈલ ફોન તથા ચાર બકરી મળી ૩૨૦૦ રૂપિયાની માલ મત્તા લૂંટી લીધા બાદ તેરુભાઈ ભીમજીભાઇ મેડાના ઘરમાં ઘુસી ગયા હતા અને ઘરમાંથી ૧૫૦૦ રૂપિયાની રોકડ રકમ તથા એક બકરી અને એક મળી ૨૧૦૦ રૂપિયાની માલમત્તા લૂંટી નાસી ગયા હતા
ઉપરોક્ત બનાવ સંદર્ભે હરખપુર ગામનીધોળકકીબેન ભાઈ શનીયાભાઈ વીરસીંગભાઇ મેડાએ જેસાવાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા જેસાવાડા પોલીસે અજાણ્યા ધાડપાડુઓ વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે