ભીટોડી ગામે યુવકની જાનમાં ૧૧ જેટલા માથાભારે ઈસમોએ મારક હથિયાર સાથે ભારે ધિંગાણું મચાવતાં પોલીસમાં ફરિયાદ

દાહોદ તા.૦૫
દાહોદ તાલુકાના ભીટોડી ગામે છોકરાની જાનમાં ૧૧ જેટલા ઈસમોએ પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે મારક હથિયારો ધારણ કરી ગેરકાયદેસર મંડળી બનાવી પાંચ થી છ જેટલા વ્યક્તિઓને માર મારી ગંભીર ઈજાઓ પહોંચાડી ભારે ધિંગાણું મચાવતાં વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. આ સંબંધે પોલીસમાં ફરિયાદ નોંધાતાં પોલીસે ગુન્હેગારોના ધરપકડના ચક્રોગતિમાન કર્યા છે.
દાહોદ તાલુકાના ખંગેલા ગામે મોટા ફળિયામાં રહેતા સુકીયાભાઈ સુમલાભાઈ પરમારના છોકરાના લગ્ન હોઈ તેની જાન ભોટીડો ગામે લઈ ગયાં હતાં. આ જાનમાં ભીટોડી ગામે તળાવ ફળિયામાં રહેતા રમેશભાઈ મેરસીંગભાઈ ડામોર, રાકેશભાઈ મેરસીંગભાઈ ડામોર, સુરેશભાઈ મેરસીંગભાઈ ડામોર, સુમાભાઈ હરસીંગભાઈ ડામોર, શૈલેષભાઈ હરસીંગભાઈ ડામોર, સનેશભાઈ રમેશભાઈ મખોડીયા, સીનીયાભાઈ હરસીંગભાઈ ડામોર, અમરાભાઈ મોતીભાઈ ડામોર, બોડાભાઈ જાેગડાભાઈ ડામોર, કિરણભાઈ સમુડાભાઈ ડામોર અને વિનુભાઈ મેરસીંગભાઈ ડામોરનાઓએ આ જાનમાં આવ્યાં હતાં અને ત્યાં પોતાનો સામાન્ય ઈરાદો પાર પાડવા માટે સુકીયભાઈ સુમલાભાઈ પરમાર અને તેમના માણસો સાથે ઝઘડો તકરાર કર્યો હતો અને પોતાની સાથે મારક હથિયારો જેવા કે, ધારીયું, લોખંડની પાઈપ, ડાંગો વિગેરે લઈ આવી ભારે ધિંગાણું મચાવી મકનભાઈ, બિરસીંગભાઈ, માજુભાઈ, ચતુરભાઈ, મુકેશભાઈ અને સુકીયભાઈ વિગેરેને હથિયારો વડે તેમજ ગડદાપાટ્ટુનો માર મારી શરીરે, હાથે પગે તેમજ માથાના ભાગે ઈજાઓ પહોંચાડી મારી નાંખવાની ધમકી આપતાં આ સંબંધે ઈજાગ્રસ્ત સુકીયાભાઈ સુમલાભાઈ પરમાર દ્વારા કતવારા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
