દાહોદ એલ.સી.બી.પોલીસે ૩ દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટોલ સાથે એકને ઝડપી પાડ્યો
દાહોદ તા.૦૬
દાહોદ એલ.સી.બી.પોલીસને આજે એક પછી એક વધુ એક સફળતાં મળી છે. મધ્ય પ્રદેશના બાલાવાસા વાહન ચોરીના ગેંગના નાસતા ફરતાં સાગરીતને દાહોદ જિલ્લાના ચાકલીયા વિસ્તારમાંથી દેશી હાથ બનાવટના હથિયારો માઉઝર (પિસ્ટલ) નંગ.૦૩ કિંમત રૂા.૪૫,૦૦૦ના મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં આવ્યો છે.
દાહોદ જિલ્લામાં ગુન્હાહીત પ્રવૃતિઓને ડામવા તેમજ નાસતા ફરતાં આરોપીઓને ઝડપી પાડવા દાહોદ જિલ્લા પોલીસ વડાની સુચના અને માર્ગદર્શન હેઠળ હાલ દાહોદ જિલ્લાની તમામ પોલીસે જિલ્લામાં સઘન તપાસ હાથ ધરી રહી છે ત્યારે ચોરીની ૦૪ મોટરસાઈકલો સાથે મધ્યપ્રદેશના એક મોટરસાઈકલ ચોરને દાહોદ એલ.સી.બી.પોલીસે ઝડપી પાડ્યાં બાદ દેશી હાથ બનાવટની પિસ્ટોલ સાથે મધ્યપ્રદેશના જ એક ગેંગના સાગરીતને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. દાહોદ એલ.સી.બી.પોલીસને મળેલ બાતમીના આધારે આજરોજ જુદી જુદી ટીમો બનાવ દાહોદના છાયણ ચોકડી પાસે વ્યુહાત્મક રીતે આયોજન બધ્ધ વોચ ગોઠવી ઉભા હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક ઈસમ ત્યાંથી પસાર થતાં પોલીસે તેને દબોચી લીધો હતો અને તેની પાસે થેલીમાં સંતાડી રાખેલ દેશી હાથ બનાવનટની માઉઝર (પિસ્ટોલ) નંગ.૦૩ સાથે ઝડપી પાડ્યો હતો. આ ઈસમનું નામ પુછતાં પોતાનું નામ પિતરભાઈ જાેગડાભાઈ પારગી (રહે.બાલાવાસા, સંતુ ફળિયા, તા.થાંદલા, જિ.ઝાબુઆ, મધ્યપ્રદેશ) જણાવ્યું હતું. આ ગેંગમાં કુલ ૦૫ સદસ્યો છે જેઓ ભેગા મળી ચોરીના વાહન વેચવાની પ્રવૃતિ ધરાવે છે. આ ગેંગ આંતર રાજ્ય લુંટ, ધાડ, વિગેરેમાં પણ સંડોવાયેલ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ પકડાયેલ ઈસમ દાહોદ રૂરલ તેમજ સુખસર પોલીસ સ્ટેશનમાં હથિયારની ડીલ કરવાના ગુન્હામાં નાસતો ફરતો હતો અને ઝાલોદ, લીમખેડા, પંચમહાલ જિલ્લાના કાલોલ તેમજ ગોધરા એ ડિવીઝન પોલીસ સ્ટેશન તેમજ અમદાવાદ રૂરલ જિલ્લાના ધોળકા ટાઉન પોલીસ સ્ટેશનના વાહન ચોરીના મળી કુલ ૦૭ ગુનાઓમાં નાસતો ફરતો હતો.