દાહોદ જિલ્લામાં વધુ ૨૮ કોરોના દર્દીઓ સામે આવ્યાં
દાહોદ તા.૦૬
દાહોદમાં આજે એક સાથે ૨૮ કોરોના દર્દીઓના વધુ સમાવેશ સાથે જિલ્લાવાસીઓમાં વધતાં કોરોના સંક્રમણને પગલે ફફડાટ ફેલાઈ રહ્યો છે. દિન પ્રતિદિન વધતાં કોરોના સંક્રમને પગલે જિલ્લા વહીવટી તંત્ર પણ એક્શન મોડમાં આવી ગયું છે અને કોરોના સંક્રણને કાબુમાં લેવા માટે વેપારીઓ વિગેરે વ્યવસાયીકો સાથે મીટીંગોનો દોર પણ આરંભ કરી દીધો છે.
આજે રેપીટ ટેસ્ટના ૧૩૭૨ પૈકી ૨૮ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવ્યાં છે. આ ૨૮ પૈકી દાહોદ અર્બનમાંથી ૦૫, દાહોદ ગ્રામ્યમાંથી ૦૫, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૧, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૨, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૩, લીમખેડામાંતી ૦૩, સીંગવડમાંથી ૦૨, ગરબાડામાંથી ૦૨, ધાનપુરમાંથી ૦૧, ફતેપુરામાંથી ૦૧ અને સંજેલીમાંથી ૦૩ કેસનો સમાવેશ થાય છે. શહેરી વિસ્તારની સાથે સાથે ગ્રામીણ વિસ્તારોમાં પણ હાલ કેટલાંક દિવસોથી કોરોના પોઝીટીવની સંખ્યામાં વધારો જાેવા મળી રહ્યો છે અને આ એક ચિંતાનો વિષય પણ છે. ધીમી ગતિએ કોરોના ગ્રામીણ વિસ્તારોમાં પ્રવેશ કરી રહ્યો છે. ગ્રામીણ વિસ્તારોમાં આમેય હાલ લગ્નસરાની સીઝન ચાલતી હોય ભીડભાડ પણ જાેવા મળતી હોય છે. ક્યાંકને ક્યાંક લોકોમાં જાગૃતતાના અભાવે કોરોના વધુ ફેલાઈ રહ્યો હોવાની પણ ચર્ચાઓ વહેતી થવા પામી છે. બીજી તરફ વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ તોતીંગ વધારો જાેવા મળી રહ્યો છે અત્યાર સુધી ૨૦૯ લોકો કોરોનાની સારવાર લઈ રહ્યાં છે અને આજે ૧૮ દર્દીઓ કોરોનાથી સાજા થતાં તેઓને રજા પણ આપવામાં આવી છે.