દાહોદ જિલ્લામાં માર્ગ અકસ્માતના ત્રણ બનાવોમાં ત્રણના મોત

દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લાના ઝાલોદ તાલુકામાં વાહન ચાલકોની ગફલતના કારણે સર્જાયેલ માર્ગ અકસ્માતના બે બનાવોમાં બે વ્યક્તિઓના અકાળે મોતને પગલે પરિવારમાં મોત છવાઈ ગયો હતો જ્યારે એક મહિલાને ઈજાઓ થતાં નજીકના દવાખેન સારવાર અર્થે ખસેડાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે.
માર્ગ અકસ્માતનો પ્રથમ બનાવ ઝાલોદ તાલુકાના સેવનીયા ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૫ એપ્રિલના રોજ સેવનિયા ગામે નિશાળ ફળિયામાં રહેતા બદિયાભાઈ મડીયાભાઈ ગરાસીયા અને તેમની પત્નિ રામુડીબેન એમ બંન્ને જણા એક મોટરસાઈકલ પર સવાર થઈ સેવનીયા ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક ફોર વ્હીલર ગાડીના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી બદિયાભાઈની મોટરસાઈકલને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારી નાસી જતાં બદિયાભાઈ અને તેમની પત્નિ રામુડીબેન બંન્ને જણા મોટરસાઈકલ પરથી ફંગોળાયાં હતાં અને જેને પગલે બદીયાભાઈને અને રામુડીબેનને શરીરે, હાથે પગે અને માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ પહોંચતા બંન્નેને નજીકના દવાખાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યાં હતાં. સારવાર દરમ્યાન બદીયાભાઈનું ગતરોજ મોત નીપજતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો જ્યારે રામુડીબેન સારવાર હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. આ સંબંધે સેવનીયા ગામે નીશાળ ફળિયામાં રહેતા સુરેશભાઈ બદીયાભાઈ ગરાસીયાએ લીમડી પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
માર્ગ અકસ્મતાનો બીજાે બનાવ ઝાલોદ તાલુકાના કલજીની સરસવાણી ગામે બનવા પામ્યો હતો જેમાં ગત તા.૦૬ એપ્રિલના રોજ વેલપુરા ગામે પટેલ ફળિયામાં રહેતાં અલ્કેશભાઈ મનુભાઈ વસૈયા (ઉ.વ.૨૧) પોતાના કબજાની મોટરસાઈકલ લઈ કલજીની સરસવાણી ગામેથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન એક મોટરસાઈકલના ચાલકે પોતાના કબજાની મોટરસાઈકલ પુરઝડપે અને ગફલત ભરી રીતે હંકારી લાવી અલ્કેશભાઈને અડફેટમાં લઈ જાેશભેર ટક્કર મારતાં અલ્કેશભાઈ મોટરસાઈકલ સાથે જમીન પર ફંગોળાયાં હતાં અને જેને પગલે અલ્કેશભાઈને શરીરે તેમજ માથાના ભાગે ગંભીર જીવલેણ ઈજાઓ થતાં તેઓનું મોત નીપજ્યું હતું. આ સંબંધે અલ્કેશભાઈના પિતા મનુભાઈ ચોકલાભાઈ વસૈયાએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

દાહોદ શહેરના ચાકલીયા રોડ પર એક દાહોદના વ્હોરા સમાજના વેપારી પોતાનું ટુ વ્હીલર વાહન લઇને પસાર થઇ રહ્યા હતા તે સમયે તેઓનું ટુ વ્હીલર વાહન સ્લીપ ખાઇ જતાં સામેથી આવતા અન્ય એક ટુ વ્હીલર વાહન સાથે અથડાતા વોહરા વેપારીનું ઘટના સ્થળ પરજ કમકમાટી ભર્યું મોત નીપજતાં પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.

દાહોદ શહેરમાં રહેતાં અબ્બાસભાઈ કુતુબભાઈ ભાભરાવાલા અને વ્યવસાયે વેપારી. આ અબ્બાસભાઈ આજરોજ પોતાનુ કામકાજ પુરૂ કરી પોતાના ટુ વ્હીલર વાહન લઈ દાહોદના ચાકલીયા રોડ પરથી પસાર થઈ રહ્યાં હતાં. આ દરમ્યાન જાેતજાેતામાં તેઓની મોટરસાઇકલ સ્લીપ ખાઇ જતા અને  પડી જમીન પર ફંગોળાતા સામેથી આવતી એક મોટરસાયકલ તેઓની ઉપર ફરી વળી હતી. આ સમગ્ર ઘટના નજીકમાં આવેલ એક જ સીસીટીવી કેમેરામાં કેદ થઇ થવા પામી હતી. ગંભીર ઇજાગ્રસ્ત અબ્બાસભાઈને શરીરે તેમજ માથાના ભાગે જીવલેણ ઈજાઓ પહોંચતા સ્થળ પર જ લોહીથી લથબથ હાલતમાં પડી ગયા હતા અને ઘટના સ્થળ પર જ તેનું કમકમાટીભર્યું મોત નીપજયું હતું.    ઘટનાને પગલે સ્થળ પર લોકટોળા ઉમટી પડ્યાં હતાં.  ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ દોડી આવી હતી અને મૃતક અબ્બાસભાઈના મૃતદેહની નજીકના દવાખાને પી.એમ. અર્થે રવાના કરવામાં આવ્યાં હતાં. વાયુવેગે આ સમાચાર દાહોદ નગરના વ્હોરા સમાજમાં ફેલાતાં સમાજમાં ગમગીની છવાઈ ગઈ હતી અન પરિવારમાં આક્રંદનો માહોલ છવાયો ગયો હતો. આ સંબંધે પોલીસે ગુનો દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!