દાહોદ શહેરમાં રાત્રી કફ્ર્યુના એલાન સાથે ઠેર ઠેર પોલીસ જવાનો તૈનાત
દાહોદ, તા.૭
દાહોદ સહિત જિલ્લામાં આજ રાત્રિના ૮ થી ૬ સુધી કફ્ર્યુનો અમલ ચુસ્ત અને કડક રીતે થાય તે માટે દાહોદ શહેરમાં વિવિધ ૧ર પોઈન્ટો બેરીકેટની સાથે, મોબાઈલ વાન, પીએસઆઈ, પોલીસ જવાનો, એસઆરપી હોમગાર્ડ મળી ૧૦ર જેટલા પોલીસ કર્મચારીઓ ફરજ બજાવશે.
ગુજરાતમા કોરોના બેકાબુ બની રહ્યો છે ત્યારે રોકવા માટે રાજ્યના મુખ્યમંત્રીએ ગઈકાલે રાત્રિના રાજ્યના ર૦ શહેરોમાં રાત્રિના ૮ થી સવારના ૬ વાગ્યા સુધીનો કફ્ર્યુની જાહેરાત કરી હતી. જેમાં દાહોદનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. રાત્રિ કફ્ર્યુનો ચુસ્તપણે નગરજનો પાલન કરે તે માટે દાહોદ શહેરમાં પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. તેટલુ જ નહી માઈક દ્વારા કફ્ર્યુનુ પાન કરવા જણાવી અને કર્ફયુનો ભંગ કરનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જાહેરાત પણ કરવામાં આવી રહી છે. દાહોદમાં કફ્ર્યુનુ કડક રીતે પાલન થાય તે માટે દાહોદના ૧ર જેટલા પોઈન્ટો ઉપર તેમજ શહેરની તમામ ચોકી વિસ્તારમાં મોટર સાયકલ ઉપર પેટ્રોલીંગ જીલ્લા ટ્રાફીક મોબાઈલ દ્વારા તેમજ દાહોદ શહેર પોલીસની મોબાઈલ વાન પેટ્રોલીંગ કરશે કર્ફયુના કડક અમલ દાહોદમાં થાય તે માટે એક પીઆઈ, ચાર પીએસઆઈ, સતાવન પોલીસ જવાનો, દશ એઆરપી, તથા ત્રીસ હોમગાર્ડ, ગ્રામરક્ષકદળ મળી ૧૦ર જેટલા પોલીસ કર્મીઓ ફરજ બજાવશે.