કોરોનાનો રાફડો ફાડ્યો : દાહોદ જિલ્લામાં વધુ ૩૫ દર્દીઓના સમાવેશ
દાહોદ તા.૦૭
દાહોદ જિલ્લામાં આજે કોરોના સંક્રમણ કેસનો રાફડો ફાટ્યો છે. આજે એકજ દિવસમાં ૩૫ કોરોના પોઝીટીવ દર્દીઓ સામે આવતાં આરોગ્ય તંત્ર સમેત જિલ્લાવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દિન પ્રતિદિન વધતાં કેસોને લઈ ચિંતાનો માહોલ પણ જાેવા મળી રહ્યો છે ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં કન્ટેઈન્ટમેન્ટ ઝોન વિગેરે સ્થળોએ આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝરની પુરજાેશમાં કામગીરીનો પણ આરંભ કરી દીધો છે. આજે વધું ૦૩ દર્દીઓએ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં પરિવારમાં માતમ છવાયો હતો.
આજે આર.ટી.પી.સી.આર.ના ૧૪૧૮ પૈકી ૩૦ અને રેપીટ ટેસ્ટના ૧૪૯૨ પૈકી ૦૨ મળી આજે એકસાથે ૩૫ કોરોના પોઝીટીવ દર્દીઓનો વધુ સમાવેશ થયો છે. આ ૩૫ પૈકી દાહોદ અર્બનમાંથી ૧૫ કેસો સામે આવ્યાં છે જ્યારે દાહોદ ગ્રામ્યમાંથી ૦૩, ઝાલોદ અર્બનમાંથી ૦૨, ઝાલોદ ગ્રામ્યમાંથી ૦૩, દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૨, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૦૩ અને ફતેપુરમાંથી ૦૫ કેસનો સમાવેશ થાય છે. વધતાં કેસોની સામે સાજા થતાં દર્દીઓની સંખ્યામાં પણ વધારો જાેવા મળી રહ્યો છે. આજે એકસાથે ૧૯ દર્દીઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે બીજી તરફ એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૨૨૨ ને પાર થઈ ચુક્યો છે.