જિલ્લાના તમામ અધિકારીઓ-કર્મચારીઓની આ મહિનાના અંત સુધીની રજાઓ રદ : વિવિધ વિભાગોને કોરોના સંક્રમણ રોકવા ટીમ બનાવીને કામગીરી સોંપાઇ : કોરોના પોઝિટિવ વ્યક્તિઓએ ૧૪ દિવસના હોમ આઇસોલેશનનું ફરજીયાત પાલન, નહીં તો કડક પગલા લેવાશે
દાહોદ તા. ૯
જિલ્લામાં કોરોનાનું સંક્રમણ સતત વધી રહ્યું છે ત્યારે કલેક્ટર શ્રી વિજય ખરાડીએ કોરોના સંક્રમણની ચેઇન તોડવા માટે તમામ સરકારી અધિકારીઓ-કર્મચારીઓની રજાઓ આ મહિનાના અંત સુધી રદ કરી છે. તેમજ કોરોનાને રોકવા માટે વિવિધ વિભાગોને અલગ અલગ ફરજ સોંપવામાં આવી છે તેનું ચુસ્તતાથી અમલ કરવા જણાવ્યું છે.
તેમણે જણાવ્યું કે, દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણને ધ્યાનમાં રાખતા આગામી શનિવાર –રવિવાર તેમજ તેના પછી પણ રજાઓ આવતી હોય દરેકેદરેક કચેરી, ખાસ કરીને રેવન્યુ, પોલીસ અને આરોગ્ય તંત્ર તેમજ બાકીના જેટલા પણ વિભાગો છે તેમની રજાઓ રદ કરવામાં આવે છે. આ સૌ અધિકારીઓ-કર્મચારીઓને કોવીડ મેનેજમેન્ટ માટે અલગ અલગ ડ્યુટીની ફાળવણી કરવામાં આવે છે. આ ડ્યુટીની કામગીરી યોગ્ય રીતે થાય તે સુનિચ્છિંત કરવાનું
જિલ્લામાં કોરોનાના કેસો વધી રહ્યાં છે તેની સાથે ટેસ્ટીંગ અને સર્વેલન્સની કામગીરી પણ સધનતા સાથે કરવામાં આવી રહી છે. આ ટેસ્ટીંગ અને સર્વેલન્સમાં જે લોકો પોઝિટિવ આવ્યા હોય તેમણે પોતાના કન્ટઇનમેન્ટ વિસ્તારમાં જ રહેવાનું છે અને ૧૪ દિવસનો હોમ આઇસોલેશનનો સમય પૂરો કરવાનો છે. કોઇ વ્યક્તિ આ નિયમો તોડે નહી એ માટે મામલતદાર અને પોલીસની ટીમ દ્વારા કન્ટેઇનમેન્ટ વિસ્તારમાં તપાસ કરવામાં આવશે અને આવા વ્યક્તિઓ સામે કડક પગલાં ભરવામાં લેવામાં આવશે.