દાહોદના છાબ તળાવમાંથી મહિલાની લાશ મળી આવતાં ચકચાર મચી
દાહોદ તા.૦૯
દાહોદ શહેરમાં આળેલ છાબ તળાવ ખાતે એક અજ્ઞાત મહિલાની લાશ મળી આવતાં પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ પોલીસને થતાં લાશને તળાવમાંથી બહાર કાઢી નજીકના દવાખાને પી.એમ.અર્થે રવાના કર્યા બાદ મહિલાની ઓળખ છતી કરવામાં પોલીસ જાેતરાઈ છે.
દાહોદ શહેરમાં આજ વહેલી સવારે શહેરના છાબ તળાવ ખાતે કેટલાંક લોકો મોનિર્ંાગ વોક કરવા નીકળ્યાં હતાં ત્યારે છાબ તળાવમાં કોઈકની લાશ તરતી લાશ જાેવાતાં સૌ કોઈમાં ચકચાર મચી જવા પામી હતી. ઘટનાની જાણ સ્થાનીકો દ્વારા નજીકની પોલીસને કરાતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી. સરકારી એમ્બ્યુલંશના કર્મચારીઓ સહિતની મદદથી લાશને તળાવમાંથી બહાર કાઢવામાં આવી હતી અને નજીકના દવાખાને પી.એમ. માટે મોકલી દેવામાં આવી હતી. આ મહિલા ક્યાંની છે? અને ક્યાંથી અહીં આવી પહોંચી? જેવી તેની ઓળખ છતી કરવા અને તેના સ્વજનોની તપાસમાં પોલીસ હાલ જાેતરાઈ છે ત્યારે આ મહિલાએ આત્મહત્યા કરી હશે કે પછી તેની હત્યા કરી લાશને તળાવમાં ફેંકી દેવામાં આવી હશે? જેવા અનેક પ્રશ્નો નગરજનોમાં ઉદ્?ભવવા પામ્યા છે.


