યુવતીનું તુફાન ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરી ઝાલોદ મુકામે લાવી જ્યાં યુવકે યુવતીને બસમાં બેસાડી સુરત મુકામે લઈ જઈ
દાહોદ તા.૧૬
ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામેથી એક યુવતીને પોતાની પÂત્ન તરીકે રાખવા સારૂ યુવકે તેના પાંચ જેટલા મિત્રોની મદદથી યુવતીનું તુફાન ફોર વ્હીલર ગાડીમાં અપહરણ કરી ઝાલોદ મુકામે લાવી જ્યાં યુવકે યુવતીને બસમાં બેસાડી સુરત મુકામે લઈ જઈ જ્યા યુવતીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યાે હતો અને જેમ તેમ કરીને યુવતી યુવકના ચંગુલમાંથી છુટી પોતાના ઘરે આવી પોતાની આપવીતી સંભળાવતા પરિવારજનો સહિત યુવતી પોલીસ મથકે આવી યુવક અને તેના પાંચ જેટલા મિત્રો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધર્યાનું જાણવા મળે છે.
દાહોદ જિલ્લાના ફતેપુરા તાલુકાના ઘુઘસ ગામે હોળી ફળિયામાં રહેતા આનંદભાઈ મલજીભાઈ પારગીએ ફતેપુરા તાલુકામાં જ રહેતી એક યુવતીને પોતાની પÂત્ન તરીકે રાખવા સારૂ પોતાના જ ગામમાં રહેતા પોતાના મિત્ર ખેમાભાઈ સવજીભાઈ પારગી, મલજીભાઈ સવજીભાઈ પારગી,ચેતનભાઈ હીરાભાઈ પારગી,રામસીંગભાઈ હવલાભાઈ પારગી અને પારગી જાગીરભાઈ સવજીભાઈ નાઓની મદદ લઈ ગત તા.૧૨.૧૨.૨૦૧૮ ના રોજ યુવતીના ઘરે તુફાન ફોર વ્હીલર ગાડી લઈ આવી પહોંચ્યા હતા અને જ્યા યુવતીને બળજબરી પુર્વક ગાડીમાં બેસાડી યુવતીને તથા તેના પિતાને મારી નાંખવાની ધમકીઓ આપી યુવતીનું અપહરણ કરી ઝાલોદ મુકામે લઈ આવ્યા હતા અને જ્યા આનંદભાઈ મલજીભાઈ પારગીએ યુવતીને બસમાં બેસાડી સુરત તરફ લઈ ગયો હતો અને જ્યા યુવતીની મરજી વિરૂધ્ધ બળાત્કાર ગુજાર્યાે હતો આ બાદ યુવતી મોકો જાઈ આનંદભાઈ મલજીભાઈ પારગીની ચંગુલમાંથી છુટી પરત પોતાના ઘરે આવી પહોંચી હતી અને પોતાના પરિવારજનોને પોતાના ઉપર વિતેલ આપવીતી સંભળાવતા પરિવારજનો સ્તબ્ધ બની ગયા હતા અને યુવતીએ આ સંબંધે ફતેપુરા પોલીસ મથકે આવી ઉપરોક્ત યુવક સહિત તેના પાંચ મિત્રો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.