દાહોદ તાલુકામાં જુદી જુદી જગ્યાએ બનેલી ઘટનામાં હોમ કવોરંટાઈનમા રાખવામાં આવેલ કોરોના સંક્રમિત એક મહિલા સહિત ૩ જણા કવોરંટાઈનમાંથી ફરાર

દાહોદ તા.૧૪
દાહોદ તાલુકામાં જુદી જુદી ૩ જગ્યાએ પોતાના ઘરમાં હોમ કવોરંટાઈનમા રાખવામાં આવેલ કોરોના સંક્રમિત ૩ વ્યક્તિઓ કોરોના વાયરસ જેવો ચેપી રોગ ફેલાવવાની સંભાવના હોવા છતા અને આ બાબત જાણવા છતા પોતે બેદરકારીથી કવોરંટાઈનમાંથી ભાગી ગયાનું જાણવા મળતા પોલીસે બંને વ્યક્તિઓ વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
દાહોદ જિલ્લામાં કોરોનાનો પ્રકોપ ચરમસીમાએ છે. દવાખાનાઓમાં જગ્યા નથી તેવા સમયે દાહોદ તાલુકાના દેલસર ઉકરડી રોડ સાંઈ ખુશી સોસાયટીમાં રહેતા મુકેશભાઈ રાયસીંગભાઈ સંગાડા,દાહોદ તાલુકાના રળીયાતી ખાતેની લક્ષ્મીનગરમા રહેતી રેખાબેન અર્જુભાઈ રાઠોડ તથા દાહોદ શહેરના ર્ખ્તઙ્ઘૈ િર્ટ્ઠઙ્ઘ એકલવ્ય સોસાયટી ખાતે રહેતા પ્રહસભાઈ કોરોના ભરતભાઈ ડીંડોર સંક્રમિત બનતા તેઓનો રિપોર્ટ કોરોના પોઝીટીવ આવતા આત્રણએ ને હોમ કવોરંટાઈનમા રાખવામાં આવ્યા હતા. કોરોના વાયરસ અત્યંત ચેપી રોગ હોવાનું પોતે બંને જણા જાણતા હોવા છતા અલગ અલગ સમયે બેદરકારીથી હોમ કવોરંટાઈનમાંથી ભાગી ગયા હતા. આ અંગેની જાણ થતા દાહોદ તાલુકા પોલીસે તે બંને ઘરે જઈ તપાસ કરતા બંને જણા ઘરે હાજર ન હતા જેથી પોલીસે બંને જણા વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!