દાહોદ જિલ્લામાં અચાનક વાતાવરણમાં પલ્ટો આવ્યો
દાહોદ તા.૧૪
દાહોદ જિલ્લામાં આજ વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો છે. વાદળ છાયા વાતાવરણ વચ્ચે પવનના સુસવાટા તથા ઘણી જગ્યાએ વાવાઝોડું પણ આવતાં લોકોમાં આવી ભર ગરમીની ઋતુમાં આવો માહોલ સર્જાતાં આશ્ચર્યમાં મુકાયાં છે.
એક તરફ કોરોનાનો કેરથી લોકોમાં ફફડાય સાથે ચિંતાનો માહોલ જાેવા મળી રહ્યો છે ત્યારે કુદરતી આફત પણ જાણે પરિક્ષા લેતું હોય તેમ લાગી રહ્યું છે. દાહોદ જિલ્લામાં આજ વહેલી સવારથી વાતાવરણમાં અચાનક પલ્ટી આવતાં આકાશી વાદળો છવાઈ ગયાં હતાં તો ઘણી જગ્યાએ, ગામમો વાવાઝોડુ પણ આવ્યું હતું. ઘણા વિસ્તારો અને ગામોમાં અમી છાંટાનો વરસાદ પણ થયો હતો ત્યારે બેવડી ઋતુના પગલે લોકોમાં ચિંતાનો વધારો થયો છે. વાતાવરણમાં અચાનક પલ્ટો આવતાં બફારાનું વાતાવરણ પણ સર્જાયું છે. લોકો બફારાથી ત્રાહિમામ્? પોકારી ઉઠ્યાં છે. આમેય દાહોદ જિલ્લામાં કોરોનાનો કેર તો યથાવત્? જ છે સાથે જ આ વાતાવરણના પલ્ટાને પગલે લોકો મુંઝવણમાં મુકાયા છે. દાહોદ જિલ્લાના તમામ સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં દર્દીઓનો રાફડો ફાટ્યો છે. આ બેવડી ઋતુના કારણે આવનાર દિવસોમાં રોગચાળો તેમજ માંગદીનું વાતાવરણ વધુ ફેલાઈ શકે તેવા એંધાણો પણ વર્તાઈ રહ્યાં છે.