દાહોદ જિલ્લામાં રેકોર્ડ બ્રેક ૭૪ કોરોના પોઝીટીવ કેસને પગલે જિલ્લાવાસીઓમાં ફફડાટ
દાહોદ તા.૧૫
દાહોદ જિલ્લામાં આજે રેકોર્ડ બ્રેક કોરોના કેસો સામે આવતાં હાહાકાર મચી જવા પામ્યો છે. આજે એકજ દિવસમાં ૭૪ કોરોના દર્દીઓ કોરોના પોઝીટીવ આવ્યાંના સમાચાર સાથે જ જિલ્લાવાસીઓમાં ભય સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. આજે કોરોનાએ તમામ રેકોર્ડ તોડી નાંખ્યાં છે ત્યારે આવનાર દિવસોમાં કોરોના કેવું રૂપ ધારણ કરશે? તે કહેવું હાલની પરિસ્થિતીને જાેઈ અતિ મુશ્કેલ લાગી રહ્યું છે બીજી તરફ આજે પાંચ કોરોના દર્દીઓએ પણ પોતાનો દમ તોડી મૃત્યુને ભેટ્યાં હતાં.
દાહોદ જિલ્લામાં કોરોના સંક્રમણ આજે તમામ સિમા પાર કરી નાંખી છે. છેલ્લા એક વર્ષની અંદર જેટલા કેસો સામે ન આવ્યાં હોય તે આજે નોંધાયાં છે. દાહોદ જિલ્લામાં કોરોના પોતાનું વિકરાળ રૂપ ધારણ કરી રહ્યું છે. આજે એકજ દિવસમાં ૭૪ પોઝીટીવ કેસો નોંધાતાં જિલ્લાવાસીઓ સહિત દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દાહોદ જિલ્લાના ગ્રામીણ વિસ્તારો સહિત શહેરી વિસ્તારોમાં લગ્નસરાની સીઝન પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે લગ્ન પ્રસંગોમાં સરેઆમ સોશીયડલ ડિસ્ટન્સના ભંગના કેસો સહિત માસ્ક વગર ફરતાં લોકો રોજેરોજે જિલ્લામાં ફરતાં જાેવા મળી રહ્યાં છે. આ એક ગંભીર બાબત છે. કોરોનાએ હવે લગભગ જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં પગપેસારો કરી લીધો છે તેમ કહીએ તો તેમાં કોઈ અતિશ્યોક્તિ નહીં ગણાય કારણ કે, ગ્રામીણ વિસ્તારોમાંથી કુદકને ફુસકે કોરોનાના કેસો સામે આવી રહ્યાં છે. આ એક ચિંતાનો વિષય પણ છે ત્યારે આજે આવેલ ૭૪ કેસો પૈકી આર.ટી.પી.સી.આર.ના ૧૬૨૨ પૈકી ૫૧ અને રેપીટ ટેસ્ટના ૧૬૨૭ પૈકી ૨૩ કેસોનો સમાવેશ થાય છે જેમાંથી દાહોદ અર્બન વિસ્તારમાંથી ૦૬, દાહોદ ગ્રામ્યમાંથી ૦૨, ઝાલોદ અર્બનમાંથી ૦૪ ત્યારે ઝાલોદ ગ્રામ્યમાંથી રેકોર્ડ બ્રેક ૩૭ કેસો સામે આવતાં ઝાલોદવાસીઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે. દેવગઢ બારીઆ અર્બનમાંથી ૦૧, દેવગઢ બારીઆ ગ્રામ્યમાંથી ૦૧, લીમખેડામાંથી ૦૪, સીંગવડમાંથી ૦૧, ગરબાડામાંથી ૧૧, ધાનપુરમાંથી ૦૨, ફતેપુરામાંથી ૦૩ અને સંજેલીમાંથી ૦૨ કેસો નોંધાયાં છે. આજે ફરીવાર ૦૫ દર્દીઓ કોરોનાથી પોતાનો જીવ ગુમાવતાં દાહોદ જિલ્લામાં કુલ મૃત્યુઆંક ૧૩૭ને પાર પહોંચી ગયો છે. વધતાં કેસોની સામે એક્ટીવ કેસોની સંખ્યામાં પણ તોતિંગ વધારો જાેવા મળી રહ્યો છે. દાહોદની સરકારી હોસ્પિટલ હાઉસ ફુલ થઈ ગઈ છે. બેડની સંખ્યા વધારવામાં આવે તેવી લાગણી અને માંગણીઓ પણ ઉઠવા પામી છે. એક્ટીવ કેસોની સંખ્યા વધીને ૩૪૭ને આંબી ગઈ છે. આજે ૨૧ લોકો કોરોનાથી સાજા થતાં તેઓને હોસ્પિટલમાંથી રજા પણ આપવામાં આવી હતી ત્યારે દિનપ્રતિદિન વધતાં કોરોના સંક્રમણના પગલે દાહોદ જિલ્લા આરોગ્ય તંત્રની કામગીરીમાં વધારો જાેવા મળી રહ્યો છે. ઠેર ઠેર સેનેટરાઈઝર સહિતની કામગીરીમાં આરોગ્ય તંત્રના સેનાનીઓ જાેતરાઈ ગયાં છે.