ધાનપુર તાલુકામાં ત્રણ જુદી જુદી જગ્યાએ જાહેરનામાના ભંગ બદલ લગ્ન નિમંત્રક અને ડી.જે.સંચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરતી પોલીસ
દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના ત્રણ જુદી જુદી જગ્યાએ લગ્ન પ્રસંગોમાં શોશીયડલ ડિસ્ટન્સનો અભવા અને ડી.જે.ના તાલે મોડી રાત્રી સુધી નાચગાન કરતાં અને સરકારની ગાઈડ લાઈન પ્રમાણે ૫૦ વ્યક્તિઓ કરતાં વધારે લોકોને આમંત્રિત કરતાં અને જાહેરનામાં ભંગ બદલ નિમંત્રક અને ડી.જે.સંચાલક મળી કુલ ૦૭ જણા વિરૂધ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરતાં જિલ્લામાં લગ્ન પ્રસંગ યોજતાં આયોજકનોમાં ચકચાર સાથે ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.
સમગ્ર દેશ સહિત ગુજરાત રાજ્યમાં પણ કોરોના કેરએ હાહાકાર મચાવી મુક્યો છે. રોજેરોજ કોરોનાના કેસોનો રાફડો ફાટી રહ્યો છે અને તેમાંય હાલ લગ્નસરાની સીઝન હોઈ સરકાર દ્વારા લગ્ન પ્રસંગમાં માત્ર ૫૦ વ્યક્તિઓની મંજુરી આપી છે અને તેમાંય ફરજીયાત માસ્ક અને સોશીયડલ ડિસ્ટન્સનું પાલન કરવાની કડક સુચના કરવામાં આવી છે જાે આ તમામ માર્ગદર્શિકાઓનું ભંગ થતું જાેવા મળશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેમ પણ જણાવાયું છે ત્યારે દાહોદ જિલ્લામાં પણ હાલ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોમાં લગ્સસરાની મોસમ પુરજાેશમાં ચાલી રહી છે ત્યારે અગાઉ જાહેરનામાના ભંગ બદલ જિલ્લામાં ઘણાં નિમંત્રકો અને ડી.જે.સંચાલકો વિરૂધ્ધ પોલીસે કડક કાર્યવાહી કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ત્યારે ધાનપુર તાલુકાના આગાસવાણી, દુધામલી અને ડુમકા ગામે નિમંત્રક અને ડી.જે. સંચાલક બાબુભાઈ મલાભાઈ માવી, સુમલાભાઈ નુરસીંગભાઈ ડામોર, નરવતભાઈ ધનાભાઈ વહોનીયાઓએ પોતાના લગ્ન પ્રસંગોમાં ૫૦ થી વધુ વ્યક્તિઓને નિમંત્રણ આપી ભેગા થઈ શોશીયડલ ડિસ્ટન્સ અને જાહેર કરવામાં આવેલ જાહેરનામાનો સરેઆમ ભંગ કરી મોડી રાત્રે ડી.જે. ના તાલે નાચગાન કરતાં હોવાની પોલીસને માહિતી મળતાં ઉપરોક્ચ ત્રણેય નિમંત્રકો અને તેઓના ૦૪ જેટલા ડી.જે. સંચાલકો વિરૂધ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને ડી.જે. સિસ્ટમ અને ગાડીઓ જપ્ત કરી છે.