દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ(સુચીત) દ્વારા શહેરની બાલાજી હોટલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.
દાહોદ તા.૧૬
દાહોદ જિલ્લા આરોગ્ય કર્મચારી મંડળ(સુચીત) દ્વારા શહેરની બાલાજી હોટલ ખાતે સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં જિલ્લાના તમામ તાલુકાના આરોગ્ય કર્મચારીઓ ઉપÂસ્થત રહ્યા હતા અને પોતાના પડતર પ્રશ્નોની ચર્ચા વિચારણ કરવામાં આવી હતી અને અને તેનુ વહેલી તકે નિરાકણ આવે તેના પણ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા.
દાહોદ જિલ્લા આરોગ્ય મંડળ સુચિત દ્વારા દાહોદ ખાતે હોટલ બાલાજી ખાતે આરોગ્ય ખાતાના વર્ગ-૩ ના બિન રાજ્યપત્રિત કર્મચારીઓ તમામ કેડરના કર્મચારીઓનો એખ સ્નેહ મિલન સમારોહ કાર્યક્રમ રાખવામાં આવેલ હતો. આરોગ્ય ખાતાના કર્મચારીઓમાં દાહોદ જિલ્લાની અંદર પ્રથમ વખત આ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં જિલ્લાના તમામ મળી ૯૫૦ થી વધુ કર્મચારીઓ સ્વૈચ્છીક રસ લઈ ઉપÂસ્થત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મહીસાગર જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળના પ્રમુખ,દાહોદ જિલ્લાના આરોગ્ય કર્મચારી મંડળ સુચિતના પ્રમુખ પણ ઉપÂસ્થત રહ્યા હતા અને તેમની અધ્યસ્ક્ષસ્થાને કર્મચારીઓમાં સહકાર અને સંગઠનની ભાવના વધે અને આપસમાં સુમેળ ભર્યા સંબંધો વધે તેવા આશયથી આ સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. આ ઉપરાંત કર્મચારીઓના અલગ અલગ નાના મોટા પડતર પ્રશ્નો બાબતે ચર્ચા વિચારણા પણ કરવામાં આવી હતી જેમાં કર્મચારીઓનો સમયસર પગાર તા.૧ થી ૫ સુધીમાં થવો, પુરૂષ આરોગ્ય કર્મચારીના સુપરવાઈઝરના કાયમી પ્રમોશન, ફીક્સ પગારના કર્મચારીઓને પાંચ વર્ષ પુર્ણ થઈ ગયેલ છે તેઓને મિયમીત નિમણુંકના હુકમ આપવા, †ી આરોગ્ય કાર્યકર બહેનોને જિલ્લા કે તાલુકાની મીટીંગ હોય ત્યારે મીટીંગ દરમ્યાન તેઓના હિતોને ધ્યાને રાખી મીટીંગ ૪.૦૦ વાગ્યા સુધીમાં પુણ થઈ જાય, કર્મચારીઓની ઈંફેક્શન એલાઉન્સ મળી રહે તેવી માંગણી સહિત વર્ગ-૩વા સંર્વગની પગાર વિસંગતા દુર કરવાની કામગીરી ધ્યાને રાખીને ૧૯૦૦ ગ્રેડ પે મળે છે તે ૨૪૦૦ મુજબ ગ્રેડ પે મુજબ વધારો થાય તેવી કર્મચારીઓએ માંગણી કરી હતી.