દાહોદમાં ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસના તાળા તુટ્યાં
દાહોદ તા.૨૩
દાહોદ શહેરમાં એક ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફીસમાં રાત્રીના સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ પ્રવેશ કરી ઓફિસનું તાળુ તોડી નાંખ્યું હતું. ચોરો ઓફીસમાં પ્રવેશ્યાં હોવાની સમગ્ર ઘટના અને ચોરી કરતાં હોવાના દ્રશ્યો ઓફિસમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામ્યાં છે.
દાહોદ શહેરના નેતાજી બજાર ખાતે આવેલ રાજ કમલ શાહ નામક ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસમાં ગતરોજ રાત્રીના કોઈપણ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમોએ આ ચાર્ટડ એકાઉન્ટન્ટની ઓફિસના તાળા તોડ્યાં હતાં અને બિન્દાસ ઓફિસમાં પ્રવેશ કરી ચોરી કરવાના પ્રયાસો હાથ ધર્યાં હતાં. આ સમગ્ર ઘટના ઓફિસમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જતાં વહેલી સવારે ઓફિસમાં પહોંચેલ ચાર્ટડ એકાઉન્ટન્ટને ચોરી થઈ હોવાનું માલુમ પડતાં તેઓએ દાહોદ શહેર પોલીસને જાણ કરી હતી અને પોલીસે પણ સીસીટીવી કેમેરાના આધારે ચોરોનું પગેરૂ મેળવવા પ્રયાસો હાથ ધરી રહી છે ત્યારે જાણવા મળ્યાં અનુસાર, આ ઓફિસમાં લાખ્ખોની ચોરી થઈ હોવાનું પણ કહેવાઈ રહ્યું છે.