મહારાષ્ટ્ર : પાલઘર વિજય વલ્લભ કોવિડ સેન્ટરમાં લાગી આગ, ૧૩ દર્દીનાં મોત


(જી.એન.એસ)પાલઘર,તા.૨૩
મહારાષ્ટ્રના પાલઘર જિલ્લાના વિરાર-વેસ્ટમાં સ્થિત વિજય વલ્લભ કોવિડ સેન્ટરના ૈંઝ્રેંમાં આગ લાગવાથી ૧૩ દર્દીનાં મોત થયાં છે. આ ઘટના સમયે ૈંઝ્રેંષ્ઠીટ ૧૫ દર્દી હતા અને સમગ્ર સેન્ટરમાં ૯૦ દર્દી દાખલ હતા. જે પેશન્ટને ઓક્સિજનની જરૂર છે તેમને બીજી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા છે. આગ લાગવાની ઘટના શુક્રવારે વહેલી સવારે ૩ વાગ્યે બની છે. હાલમાં આગ પર કાબૂ મેળવી શકાયો છે. આ કોવિડ સેન્ટર બીજા ફ્લોર પર છે. આગ લાગવાનું કારણ એસીમાં શોર્ટસર્કિટ હોવાનું જણાવાયું છે.
વિરારની કોવિડ -૧૯ હોસ્પિટલમાં લાગેલી આગની ઘટના બાબતે વડાપ્રધાન મોદીએ ટ્‌વીટ કરીને દુઃખ વ્યક્ત કર્યું છે. મોદીએ ટ્‌વીટ કરી કહ્યું હતું કે જેમણે પોતાના પ્રિયજનો ગુમાવ્યા છે તેના પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું સાથે જ ઘાયલો જલ્દીથી સ્વસ્થ થાય તે જણાવ્યુ હતું.
ઘટના સમયે આઇસીયુમાં બે નર્સ હતી. હોસ્પિટલના સીઇઓ દિલીપ શાહે દાવો કર્યો છે કે રાતે હોસ્પિટલમાં ડોક્ટર હતા, પરંતુ તેમને પૂછવામાં આવ્યું કે ઘટના સમયે કુલ કેટલો સ્ટાફ ડ્યૂટી પર હતો તો તેઓ સાચો આંકડો જણાવી શક્યા નહોતા.
મહારાષ્ટ્રના નાસિકમાં પણ બુધવારે સરકારી હોસ્પિટલમાં મોટી ઘટના બની હતી. અહીં નગર નિગમના ઝાકીર હુસૈન હોસ્પિટલમાં ઓક્સિજન-ટેન્ક લીક થઈ ગઈ. એને રિપેર કરવામાં ૩૦ મિનિટ જેટલો સમય લાગ્યો અને એટલીવાર ઓક્સિજન સપ્લાઈ રોકી દેવાયો હતો, જેને કારણે ૨૪ દર્દીનાં મોત થયાં હતાં. જે સમયે ઓક્સિજન સપ્લાઈ રોકવામાં આવ્યો એ સમયે ૧૭૧ દર્દી ઓક્સિજન પર અને ૬૭ દર્દી વેન્ટિલેટર પર હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: