સમગ્ર દાહોદ જિલ્લામાં સોમવારથી ત્રણ દિવસ સ્વૈચ્છિક લોકડાઉન

દાહોદ કલેક્ટરશ્રી વિજય ખરાડીએ એક અગત્યની સૂચના જારી કરતા કહ્યું છે કોરોના વાયરસના વધી રહેલા કેસોને ધ્યાને રાખીને આગામી તા. ૨૬, ૨૭ અને ૨૮, સોમવાર, મંગળવાર અને બુધવારના રોજ સમગ્ર દાહોદ જિલ્લામાં સ્વૈચ્છિક લોકડાઉન રહેશે. આ ત્રણ દિવસો દરમિયાન જીવનજરૂરી સિવાય કોઇ પણ પ્રકારની પ્રવૃત્તિ નહી કરી શકાય. માત્ર કરિયાણાની દૂકાનો સવારના ૮થી ૨ વાગ્યા સુધી જ ખુલ્લી રાખી શકાશે.